ઈન્ડોનેશિયામાં ગુરુવારે એક છોકરો અને છોકરીને જાહેરમાં ચાબુકથી ફટકારવામાં આવ્યા. બંનેને સાર્વજનિક સ્થળે ભેટવાના દોષી કરાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોલેજ જનારી એક છોકરી અને તેની જ ઉંમરના બોયફ્રેન્ડને 17-17 ચાબુક ફટકારવામાં આવી. સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે બંનેએ શરીયા કાયદો તોડ્યો હતો જેના કારણે બંનેને સજા આપવામાં આવી. ઘટના ઈન્ડોનેશિયાના બાંડા અચેહની છે જ્યાં એક મસ્જિદની સામે સજા કરવામાં આપી.
ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું હતું કે માસ્ક પહેરલો એક વ્યક્તિ છોકરા અને છોકરીને એક પછી એક પીઠ પર ચાબુક મારી રહ્યો હતો. આ દરમિયાન ભીડમાં ઉપસ્થિત લોકો વીડિયો શૂટ કરી રહ્યા હતા.
સીએનએનના અહેવાલ મુજબ, આ દરમિયાન એક મહિલાના બોયફ્રેન્ડે પણ સાર્વજનિક રીતે પ્રેમ જાહેર કરવાના કારણે ચાબુક ફટકારવામાં આવી. આ છોકરો પણ કિશોર હતો. બીજી તરફ, એક 35 વર્ષના વ્યક્તિનો 20 ચાબુક મારવામાં આવી કારણ કે તેણે એક દુકાનમાં મહિલાન સાથે અંતરંગ સંબંધ બાંધ્યા. દુકાન મહિલાની માલિકીની હતી. જોકે, તેને સજા ન મળી કારણ કે મેડિકલ રિપોર્ટમાં તેને બીમાર કરાર કરવામાં આવી હતી. તેના કાણે તેની સજા મુલતવી થઈ ગઈ.
યુવક અને બે કિશોરોને ચાબુક મારતાં પહેલા 98 દિવસની જેલની સજા પણ કાપવી પડી.
ઈન્ડોનેશિયાના બાકી રાજ્યોની તુલનામાં અચેહ રાજ્ય ઈસ્લામિક કાયદાને ઘણી કડકાથી લાગુ કરે છે. આ કાયદામાં લગ્નથી શારીરિક સંબંધોને ગેરકાયદેસર કરાર કરવામાં આવ્યો છે અને તેના માટે કડક સજાની જોગવાઈ પણ છે.
ઈન્ડોનેશિયાના 34 રાજ્યોમાંથી અચેહ એકમાત્ર રાજ્ય છે જે કાયદાકિય રીતે શરીયાને માને છે. તેના કારણે સમલૈંગિક સંબોધ, વ્યભિચાર અને દારૂ પીવાના મામલામાં અનેક લોકોને ચાબુક મારવામાં આવી છે. ગયા વર્ષે ઉનાળામાં પાંચ મહિલાઓ સહિત 15 લોકોને જાહેરમાં ચાબુક મારીને સજા કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર