ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ, ગંભીર રીતે ઘાયલ થયો માસૂમ

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  કેરળના તિરપુર જિલ્લાના ધારાપુરમ નગરમાં 14 વર્ષના બાળકના પેન્ટમાં રાખેલા મોબાઇલમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. જેના કારણે બાળકના પગમાં ગંભીર ઈજા પહોંચી છે.

  પોલીસે જણાવ્યું હતું કે નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાલારાજે સ્કૂલ જતી વખતે મોબાઇલ ફોન અને તેનું ચાર્જર પોતાના ખિસ્સામાં મૂક્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ફોન અચાનક ફાટ્યો હતો અને જેના કારણે બાળકના સાથળમાં ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  પહેલા પણ બન્યા છે આવા બનાવ

  આ પહેલા મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં આવો જ બનાવ સામે આવ્યો હતો. જેમાં મોબાઇલ ફોનની બેટરી ફાટવાને કારણે આઠ વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. બ્લાસ્ટને કારણે બાળકના હાથનો અંગુઠો કપાઈ ગયો હતો, જ્યારે ચહેરા પર પણ ગંભીર ઈજા પહોંચી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: