પિતાનો શિક્ષક મિત્ર કરતો હતો યૌન શૌષણ, કિશોરીએ કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ

News18 Gujarati
Updated: September 11, 2019, 8:38 AM IST
પિતાનો શિક્ષક મિત્ર કરતો હતો યૌન શૌષણ, કિશોરીએ કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

ધોરણ-9માં અભ્યાસ કરતી કિશોરીનો આક્ષેપ છે કે આરોપી વ્યક્તિ વર્ષોથી તેના ઘરે આવતો-જતો હતો.

  • Share this:
કોટદ્વાર : ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના કોટદ્વારા (Kotdwar)માં સંબંધોને લજવતો એક બનાવ સામે આવ્યો છે. વ્યવસાયે શિક્ષક પર પોતાના જ મિત્રની 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. ધોરણ-9માં અભ્યાસ કરતી કિશોરીનો આક્ષેપ છે કે આરોપી વ્યક્તિ વર્ષોથી તેના ઘરે આવતો-જતો હતો. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી તે તેણીનું શારીરિક શોષણ કરતો હતો. પીડિતાનું કહેવું છે કે આવું ત્યારે થતું હતું જ્યારે તેના માતાપિતા કામથી બહાર જતા હતા. પીડિતાના પિતા કોટદ્વારમાં ઓટો રીક્ષા ચલાવવાનું કામ કરે છે, જ્યારે તેની માતા લોકોનું ઘરકામ કરે છે.

વારંવાર યૌન શોષણનો શિકાર બનતા કિશોરીએ એક દિવસ પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં પરિવારના ધ્યાનમાં સમગ્ર મામલો આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ આરોપી શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ મામલે કોટદ્વારાના એસએચઓ મનોજ રતૂડીએ કહ્યુ કે માતાપિતા સાથે આવેલી કિશોરીએ કહ્યુ હતુ કે તેના પિતાનો મિત્ર છેલ્લા પાંચ મહિનાથી તેણીનું શારીરિક શોષણ કરતો હતો. આરોપી દેહરાદૂનનો રહેવાશી છે અને સતપુલી ક્ષેત્રમાં અધ્યાપક તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચો :
First published: September 11, 2019, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading