Home /News /national-international /સેલ્ફી લેવાના ચક્કરમાં દબાઈ ગયું રિવોલ્વરનું ટ્રિગર, ગોળી વાગતા સગીર યુવકનું મોત

સેલ્ફી લેવાના ચક્કરમાં દબાઈ ગયું રિવોલ્વરનું ટ્રિગર, ગોળી વાગતા સગીર યુવકનું મોત

17 વર્ષીય સુચિત સવારે પોતાના રૂમમાં હતો. આ દરમિયાન પોતાના ઘરમાં રહેલી લાયસન્સ વાળી પિસ્તોલથી સેલ્ફી લઇ રહ્યો હતો

Gun Selfi : પોતાના પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી સેલ્ફી લેતા હતો, પિસ્તોલની ટ્રિગર પર આંગળી જતી રહેતા ગોળી છૂટી હતી જે તેના કાનપટ્ટી લાગી હતી

ઉન્નાવ : એક નાની ભૂલના કારણે સગીર યુવકનું મોત ( teenage boy dies)થયું છે. સગીર પોતાના બેડરૂમમાં મોબાઇલ ફોનથી રિવોલ્વર સાથે સેલ્ફી (gun selfie )લઇ રહ્યો હતો. આ દરમિયાન અચાનક રિવોલ્વરની ટ્રિગર પર આંગળી જતી રહેતા ગોળી છૂટી હતી. જેમાં યુવકનું મોત થયું છે. ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનો રૂમ તરફ ભાગ્યા હતા. જ્યાં યુવક લોહીથી લથપથ પડ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા સમયે રસ્તામાં મોત થયું હતું. સગીરના મોતથી તેના પરિવારમાં રોકકડ મચી ગઇ છે.

ઘટનાની સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે ફતેહપુર ચૌરાસી પોલીસ સ્ટેશન અંદર આવતા કાજીપુર બંગર ગામનો 17 વર્ષીય સુચિત સવારે પોતાના રૂમમાં હતો. આ દરમિયાન પોતાના ઘરમાં રહેલી લાયસન્સ વાળી પિસ્તોલથી સેલ્ફી લઇ રહ્યો હતો. સેલ્ફી લેતા સમયે અચાનક પિસ્તોલની ટ્રિગર પર આંગળી જતી રહેતા ગોળી છૂટી હતી જે તેના કાનપટ્ટી લાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને ઘરમાં રહેલા માતા અને ભાઇ દોડી આવ્યા હતા. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા સમયે રસ્તામાં મોત થયું હતું

આ પણ વાંચો - પ્રેમને પામવા મુસ્લિમ યુવતીએ અપનાવ્યો હિન્દુ ધર્મ, મંદિરમાં કર્યા લગ્ન, જુઓ Photos

આખી ઘટના પર સફીપુરના સીઓ અંજની કુમાર રાયે જણાવ્યું કે સવારે સૂચના મળી હતી કે એક યુવકને પોતાના પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગી છે. પરિવારજનો તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા વચ્ચે રસ્તામાં મોત થયું હતું. તેમણે જણાવ્યું કે હજુ સુધી ગોળી વાગવાનું કારણની જાણ થઇ નથી. હાલ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ગોળી કેવી રીતે વાગી તે વિશે પોલીસ તપાસમાં લાગી છે.

સીધી આંખમાં મારી ગોળી, હોશ ઉડાવતાં CCTV

અદાવતની એક હચમચાવતી ઘટના સામે આવી છે. એક સગીરે પિતા સાથેની મારપીટનો બદલો લેવા માટે એક ખતરનાક રીત અપનાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરા કેદ થઇ છે. સીટીટીવી ફૂટેજમાં સગીરનું આ કૃત્ય (crime) જોઇને લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આ સગીરે પિતાને માર મારનારા શખ્સની આંખોમાં ગોળી મારી (firing) બદલો લીધો છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ ગંભીર છે. આ ઘટનાની તપાસ કરતી પોલીસ પણ ટાબેરીયાઓનું આ કૃત્ય જોઇ ચોંકી ઉઠી હતી અને ચારેય યુવકોની ધરપકડ કરાઇ છે. ચારેય આરોપી સગીર હોવાનું કહેવાઇ રહ્યું છે.

સીસીટીવીમાં જોઇ શકાય છે કે, સાંજે 5 વાગ્યે લગભગ ચાર યુવકો આવે છે. જ્યારે જાવેદ બાજુની તરફ બેસેલો હોય દેખાય છે. તેને જોતાં જ એક યુવક ફાયરિંગ કરે છે. ઘાયલ વ્યક્તિ સમજે તે પહેલાં જ ગોળી તેની આંખમાં વાગે છે અને તે ઘાયલ થતાં ઢળી પડે છે.
First published:

Tags: Selfie, ક્રાઇમ, ક્રાઇમ સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો