યુપીઃ કિશોરે 13 વર્ષની કિશોરી પર બહેનની હાજરીમાં કર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: April 25, 2018, 9:55 AM IST
યુપીઃ કિશોરે 13 વર્ષની કિશોરી પર બહેનની હાજરીમાં કર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર (ન્યૂઝ 18 ક્રિએટીવ)
News18 Gujarati
Updated: April 25, 2018, 9:55 AM IST
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લામાં એક 13 વર્ષની કિશોરી પર બળાત્કારનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં બળાત્કારી એક સગીર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સગીરા પર બળાત્કાર અને તેને માર મારવાને કારણે તેની હાલત ખૂબ ગંભીર છે.

કાનપુર દેહાત જિલ્લાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઇજી) રતન કાંત પાંડેયના જણાવ્યા પ્રમાણે બળાત્કારી સગીર ભોગ બનનાર સગીરાના પાડોશમાં જ રહે છે. તેણે પોતાની બહેનની હાજરીમાં આ જધન્ય કૃત્યુ આચર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે સગીરા પર બળાત્કાર બાદ સગીર અને તેના માતાપિતાએ મળીને તેને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. ડીઆઇજીના જણાવ્યા પ્રમાણે સગીરના માતાપિતાએ સગીરપાને એવી ધમકી આપી હતી કે આ વાત કોઈને કહેશે તો તેનું પરિણામ સારું નહીં આવે. બાદમં ઇજાગ્રસ્ત હાલતમાં તેને ત્યાંથી કાઢી મૂકી હતી.

ડીઆઇજીના જણાવ્યા પ્રમાણે સગીરાને પહેલા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, બાદમાં તેની તબિયત વધારે ખરાબ થતાં તેને લાલા લજપત રાય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તેની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પોતાની સાથે થયેલા અત્યાચારની કહાની પીડિતાએ પોતાના માતાપિતાને વર્ણવી હતી, જે બાદમાં તેના માતાપિતાએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે એફઆઇઆર દાખલ કરીને કિશોરની અટકાયત કરવામાં આવી છે, તેમજ તેના માતાપિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.
First published: April 25, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...