ન્યૂઝ18 ગુજરાતી : કાશ્મીરની એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો બરફવર્ષા પર રિપોર્ટિંગ કરી રહેલી એક કિશોરીનો છે. વીડિયોમાં તે એકદમ પ્રોફેસનલ અંદાજમાં બરફવર્ષાનું રિપોર્ટિંગ કરી રહી છે.
કિશોરીનું નામ માલુમ નથી પડ્યું પરંતુ તે શોપિયાની નિવાસી છે. અહીં બરફવર્ષા પછી અમુક બાળકોએ બરફની એક ટનલ બનાવી હતી. કિશોરી આ ટનલ અંગેની જાણકારી એક રિપોર્ટર જેવા તેવા અંદાજમાં આપી રહી છે. કિશોરીએ પોતાના હાથમાં એક માર્બલનો ટુકડો પકડી રાખ્યો છે, જેને તે માઇક તરીકે ઉપયોગ કરી રહી છે. તે વિગતવાર જણાવી રહી છે કે કેવી રીતે બરફવર્ષાને કારણે તેમના ઘરનો એક માળ બરફમાં ઢંકાઈ ગયો છે.
વીડિયોમાં આગળ તે સુરંગ બનાવનાર બે બાળકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરે છે. જેમાંથી એક બાળક શરમાઇ જાય છે, ત્યારે કિશોરી કહે છે કે "લાગી રહ્યું છે કે ઠંડીને કારણે તે બોલી નથી શકી." જ્યારે બીજો બાળક કહે છે કે તે લોકોએ આ ટનલ બનાવી છે.
આ વીડિયોને અનેક લોકો શેર કરી રહ્યા છે. આ વીડિયો શેર કરનાર લોકોમાં પત્રકાર પંકજ પચૌરી, અભિનેતા રાહુલ દેવ, આઈએએસ ટોપરમાં સામેલ અતહર આમિર ખાન, યશવંત દેશમુખ સામેલ છે. આ વીડિયો પત્રકાર ફહદ શાહે સૌપ્રથમ ટ્વિટ કર્યો હતો.
સોશિય મીડિયા યૂઝર્સે કિશોરીના આત્મવિશ્વાસની ખૂબ જ પ્રશંસા કરી હતી અને તેને સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
નોંધનીય છે કે કાશ્મીર ખીણમાં છેલ્લા થોડા દિવસોથી ભારે બરફવર્ષા થઈ રહી છે. બરફવર્ષાને કારણે અમુક વિસ્તારોમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જનજીવન પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર