Home /News /national-international /

ટેસ્ટમાં વરસાદ વિલન, ધવન મુરલીની સદી, વિરાટ ના ચાલ્યો

ટેસ્ટમાં વરસાદ વિલન, ધવન મુરલીની સદી, વિરાટ ના ચાલ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી શરૂ થયેલી એક માત્ર ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઇ છે. આજે ત્રીજા દિવસે પણ વરસાદનું વિધ્ન ચાલુ રહ્યું હતું. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે છ વિકેટે 462 રન બનાવ્યા હતા. વરસાદથી ધોવાયેલી મેચમાં ભારતીય બેટસમેનોએ પોતાની કમાલ બતાવી હતી. મુરલી વિજય, શિખર ધવને સદી ફટકારી હતી તો અજિંકય રહાણે માત્ર 2 રનથી સદી ચૂક્યો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઢાકા # ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી શરૂ થયેલી એક માત્ર ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઇ છે. આજે ત્રીજા દિવસે પણ વરસાદનું વિધ્ન ચાલુ રહ્યું હતું. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે છ વિકેટે 462 રન બનાવ્યા હતા. જેમાં મુરલી વિજય, શિખર ધવને સદી ફટકારી હતી તો અજિંકય રહાણે માત્ર 2 રનથી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 14 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં આજે મેચના ત્રીજા દિવસે પણ વરસાદ વિલન બન્યો હતો અને નિર્ધારીત સમય પહેલા જ મેચનો ત્રીજો દિવસ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે મેચ દરમ્યાન બેથી ત્રણ વાર વરસાદ નડ્યો હતો અને મેચ રોકવામાં આવી હતી. ભારતે શુક્રવારે ત્રીજા દિવસની રમતની શરૂઆત 239 રને વિના વિકેટે કરી હતી. પરંતુ ઓપનર તરીકે શાનદાર શરૂઆત કરનાર મુરલી વિજય 150 રન અને શિખર ધવન 173 રન બનાવીને શાકબીના શિકાર બન્યા હતા. જોકે ત્યારબાદ મેદાન પર આવેલા અજિંક્ય રહાણેએ શાનદાર બેટીંગ કરી હતી. જોકે તે 2 રને સદી ચુક્યો હતો અને 98 રને શાકિબનો શિકાર બન્યો હતો. પરંતુ સુકાની કોહલી અને રોહીત શર્મા કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.

શાકિબ હસન બોલિંગમાં ઝળક્યો
શાકિબે મહત્વની ચાર વિકેટો ઝડપી ભારત સામેની એક માત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના બોલરોએ પ્રથમ દિવસે કોઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ વરસાદના કારણે પીચ ભીની થતાં મેચના ત્રીજા દિવસે બોલરોને મદદ મળી હતી અને શાકિબે શાનદાર બોલીંગ કરતા મહત્વની ચાર વિકેટો ઝડપી હતી. શાકિબે ધવન, વિજય, રોહીત શર્મા અને રહાણેને આઉટ કર્યા હતા. તો બીજી તરફ યુવા ખેલાડી જુબૈરે કોહલી અને શહાને આઉટ કર્યા હતા.
First published:

Tags: ક્રિકેટ, બાંગ્લાદેશ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन