ભૂટાને શિક્ષકો, ડોક્ટર્સ, નર્સ ઉપરાંત તમામ મેડિકલ સ્ટાફના પગારમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત બાદ શિક્ષકો તેમજ મેડિકલ સ્ટાફ દેશમાં સૌથી વધારે પગાર મેળવતા સરકારી કર્મચારી બનશે. પાંચમી જૂનના રોજ ભૂટાનની કેબિનેટે આ અંગેનો નિર્ણય લીધો હતો.
ધ ભૂટાનીઝ ન્યૂઝ પોર્ટલે આ અંગે નોંધ કરતા લખ્યું છે કે, ભૂટાનની સરકારે ધરખમ ફેરફારની જાહેરાત કરતા હાલની વ્યવસ્થાને રદ કરી નાખી છે, જે પ્રમાણે બિનસરકારી સિવિલ સર્વિસ એડમિનિસ્ટ્રેટર્સને પગાર ઉપરાંતના વધારાના લાભો મળતા હતા, જેમાં તાલિમ અને પ્રવાસનો પણ સમાવેશ થતો હતો.
રિપોર્ટમાં પગાર વધારા અંગે લખવામાં આવ્યું છે કે, "આ જાહેરાતથી 8679 શિક્ષકો અને 4000 જેટલા મેડિકલ સ્ટાફના પગારમાં વધારો થશે."
ભૂટાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ યાદીમાં લખવામાં આવ્યું છે કે, "જો શિક્ષકોને ભલામણ પ્રમાણે પગાર ચુકવવામાં આવશે તો દેશમાં શિક્ષકો સૌથી વધારે પગાર મેળવતા નોકરીયાતો બનશે."
પગાર વધારવાના કારણ અંગે ન્યૂઝ પોર્ટમ પર લખવામાં આવ્યું છે કે, શિક્ષક અને ડોક્ટર એવો વ્યવસાય છે જેમાં તણાવ અને કામના કલાકો સૌથી વધારે હોય છે. આ માટે તેમને તેમનું વળતર આપવાની જરૂર છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર