Teacher's Day 2021: ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પાંચ ખાસ વાતો, જે વિદ્યાર્થીઓએ જરૂર જાણવી જોઈએ

ડો. રાધાકૃષ્ણનની ફાઈલ તસવીર

dr sarvepalli radhakrishnan Teacher’s Day: 1962થી 5 સપ્ટેમ્બરે શિક્ષા અને વિદ્યાર્થીઓ પ્રત્યે ડો. રાધાકૃષ્ણનના (dr sarvepalli radhakrishnan) ઉલ્લેખનીય દૃષ્ટીકોણનું સમ્માન કરવા માટે શિક્ષક દિવસના (teacher's day 2021) રૂપમાં ઉજવવામાં આવે છે.

 • Share this:
  Teacher's Day 2021: શિક્ષકો અને પ્રોફેસરો સહિત શિક્ષકોના કાર્યોના ઓળખ અને સમ્માન આપવા માટે ભારતમાં દરવર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teacher's Day on September 5th) ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જ્યંતિના (dr sarvepalli radhakrishnan birthday) ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ (Vice President) અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. રાધાકૃષ્ણન એક શિક્ષક, દાર્શનિક અને વિદ્વાનના રૂપમાં પોતાના ઉલ્લેખનીય કાર્યો માટે જાણિતા છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો.

  ડો. રાધાકૃષ્ણનને હમેશા યુવાઓને આગળ વધારવાની કોશિશની શક્તિથી દુનિયાને આકાર આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 1962થી 5 સપ્ટેમ્બરે શિક્ષા અને વિદ્યાર્થીઓ પ્રત્યે ડો. રાધાકૃષ્ણનના ઉલ્લેખનીય દૃષ્ટીકોણનું સમ્માન કરવા માટે શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

  શિક્ષક દિવસ પ્રત્યેક વિદ્યાર્થીના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કારણ કે આ એ દિવસ હોય છે જ્યારે તે પોતાના શિક્ષકો, ગુરુઓ અને જીવનના માર્ગદર્શકોને યાદ કરે છે અને પ્રત્યેક સ્કૂલ અને કોલેજમાં આ દિવસે અત્યંત ઉત્સાહની સાથે મનાવવામાં આવે છે. વિદ્યાર્થી પોતાના શિક્ષકો અને તેની બહુમૂલ્ય શિક્ષા માટે ધન્યવાદ આપવા માટે વિભિન્ન પ્રકારની ગતિવિધિઓ જેવી કે કવિતાઓ, નાટક, ભાષણ અને અન્ય રચનાત્મક કાર્યક્રમ તૈયાર કરે છે. અને કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું મહત્વપૂર્ણ યોગદાન છે.

  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન વિશે વિદ્યાર્થીઓને પાંચ બાબતો જરૂર જાણવી જોઈએ

  1- ડો. રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના તિરુત્તાની શહેરમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. તે એક મેઘાવી વિદ્યાર્થી હતી. અને તેમણે જીવનભર વિભિન્ન વિદ્યાર્થી પ્રવૃત્તીઓની પ્રાપ્તી કરી અને તેમણે તિરુપતિ અને પછી વેલ્લોરની સ્કૂલોમાં અધ્યયન કર્યું હતું.

  આ પણ વાંચોઃ-teacher's day: વળતરથી વંચિત શિક્ષકો, કોરોનાકાળમાં કોવિડ ડ્યુટી કરાવી પણ ત્રણ કરોડનું ચુકવણું ક્યારે?

  2- ડો. રાધાકૃષ્ણને ક્રિશ્ચિયન કોલેજ, મદ્રાસથી દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમને ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મહાન દાર્શનિકો પૈકી એક માનવામાં આવે છ.

  3- પોતાની ડિગ્રી પુરી કર્યા બાદ તેઓ મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજમાં દર્શનશાત્રના પ્રોફેસર બન્યા અને ત્યારબાદ મૈસૂર વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર બન્યા હતા.

  4- ડો. રાધાકૃષ્ણનને 1962માં ભારતના બીજા રાષ્ટ્રપતિના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1967 સુધી કાર્ય કર્યું હતું.

  5- તેમની કેટલીક ઉલ્લેખનીય રચનાઓ- રવિન્દ્રનાથ ટૈગોરના દર્શન, સમકાલીન દર્શન મેં ધર્મ કા શાસન, જીવન કા હિન્દુ દ્રષ્ટીકોણ, જીવન કા એક આદર્શવાદી દ્રષ્ટીકોણ, કલ્કિ યા સભ્યતા કા ભવિષ્ય, ધર્મ હમે ચાહિએ, ગૌતમ બુદ્ધ, ભારત ઔર ચીન જેવી અનેક રચનાઓ છે.
  Published by:ankit patel
  First published: