મહિલા ટીચરને જોઈને વિદ્યાર્થીએ મારી સિટી, 3 અધ્યાપકોએ મળીને 40 બાળકોની ડંડાથી પિટાઇ કરી

અધ્યાપકોએ મળીને 40 બાળકોની ડંડાથી પિટાઇ કરી

Students Beaten in School- એક વિદ્યાર્થીએ કરેલી શરારતની સજા આખા ક્લાસે ભોગવવી પડી

 • Share this:
  ફતેહાબાદ : હરિયાણાના (haryana) ફતેહાબાદ જિલ્લામાં એક વિદ્યાર્થીએ કરેલી શરારતની સજા આખા ક્લાસે ભોગવવી પડી છે. શિક્ષકોએ (Teachers)વિદ્યાર્થીઓની ડંડાથી ખરાબ રીતે પિટાઇ કરી (Students Beaten in School)હતી. આથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ મેડિકલ કરાવીને શિક્ષકો સામે પોલીસમાં (Police)ફરિયાદ કરી છે. શહેર થાના પોલીસે ફરિયાદના આધારે મામલાની તપાસમાં શરૂ કરી છે.

  શિક્ષક દિવસના એક દિવસ પછી વરિષ્ઠ રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં 11મા ધોરણના એક વિદ્યાર્થીની શરારતના કારણે તેની સાથે ક્લાસમાં રહેલા બધા વિદ્યાર્થીઓને સજા ભોગવવાનો વારો આવ્યો હતો. શિક્ષકોએ ક્લાસના બધા વિદ્યાર્થીઓની ડંડાથી પિટાઇ કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના કમર અને બાવળા પર ઇજાના નિશાન થયા હતા. પીડિત વિદ્યાર્થીઓના પરિવારજનોએ વિદ્યાર્થીઓનો મેડિકલ કરાવીને શહેર થાના પોલીસમાં શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના કારણે વિદ્યાર્થીઓમાં સ્કૂલ જવાના નામ પર ભયનો માહોલ છે.

  આ પણ વાંચો - પ્રેમિકાની સગાઇથી નારાજ હતો પ્રેમી, ચાકુથી પ્રેમિકાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોતે પણ કરી લીધી આત્મહત્યા

  વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સવારે ક્લાસમાં જ્યારે મહિલા ટિચરે પ્રવેશ કર્યો તો પાછળ બેસેલા કોઇ વિદ્યાર્થીએ સિટી મારી હતી. જેના પર મહિલા અધ્યાપક પીટીઆઈ રજની, કમ્પ્યુટર અટેંડેંટ માંગેરામ અને શિક્ષક ચરણજીત સિંહે બાળકોની ડંડાથી બેરહમીથી પિટાઇ શરૂ કરી હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. પિટાઇના કારણે વિદ્યાર્થીઓને ચક્કર આવવાના શરૂ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે અધ્યાપકોએ અમારામાંથી કોઇની વાત સાંભળી ન હતી અને ડંડાથી પિટાઇ ચાલું રાખી હતી.

  આ પણ વાંચો - 'સાહેબ મને પકડી લો', 'મે નશબંધી કરાવી તોએ બીજો પુત્ર આવ્યો, પત્ની અને બે બાળકોને પતાવી દીધા'

  ખંડ શિક્ષા અધિકારી મુકેશ શર્મા સાથે ફોન પર વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે મારા ધ્યાનમાં આ કેસ આવ્યો છે. કોઇ વિદ્યાર્થીએ મહિલા અધ્યાપકના આવવા પર સિટી બજાવી હતી. આ વાતની પૂછપરછ માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે પિટાઇનો મામલો સામે આવ્યો છે. આ મામલાની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જલ્દી મુદ્દો ઉકેલી લેવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published: