Home /News /national-international /લો બોલો...મિડ-ડે મીલમાં વિદ્યાર્થીઓના ચિકન લેગ પીસ, બેઠા બેઠા શિક્ષકો જ ઝાપટી ગ્યા!

લો બોલો...મિડ-ડે મીલમાં વિદ્યાર્થીઓના ચિકન લેગ પીસ, બેઠા બેઠા શિક્ષકો જ ઝાપટી ગ્યા!

મિડ-ડે મીલમાં વિદ્યાર્થીઓના ચિકન લેગ પીસ, શિક્ષકો જ ઝાપટી ગ્યા!

Mid-Day Meal Row:કોલકાતાના માલદામાંથી મિડ-ડે મીલ કૌભાંડનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવી દઈએ કે, મધ્યાહન ભોજન માટે ચિકન તૈયાર કરવાના દિવસે, શિક્ષકો લેગ પીસ ખાતા હતા અને બચેલો ખોરાક બાળકોને આપતા હતા. જ્યારે બાળકોએ આ અંગે તેમના પરિવારને ફરિયાદ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલમાં જિલ્લા પ્રશાસને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • West Bengal, India
કોલકાતા: કેન્દ્ર સરકાર દર વર્ષે શાળાઓમાં મધ્યાહન ભોજન (Mid-Day Meal) માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ સિસ્ટમમાં અનેક કૌભાંડ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કોલકાતાના માલદામાંથી સામે આવ્યો છે. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક સ્કૂલમાં મિડ-ડે મીલમાં ચિકન સર્વ કરવાને લઈને વિવાદ થયો હતો. આ ઘટના માલદા જિલ્લાના અંગ્રેજીબજાર વિસ્તારની અમૃત પ્રાથમિક શાળામાં બની હતી. બાળકોના માતા-પિતાનો આરોપ છે કે, શાળાના શિક્ષકો પોતે ચિકનના સારા ટુકડા ખાતા હતા અને બચેલો ખોરાક બાળકને પીરસતા હતા. વિવાદ વધ્યા બાદ રોષે ભરાયેલા પરિજનોએ શિક્ષકોને એક રૂમમાં બંધ કરી દીધા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, મામલો સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસને બાળકોના પરિવારના સભ્યોના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. બાળકોની ફરિયાદ બાદ વાલીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. બાળકોના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે, શાળાના શિક્ષકો પોતે લેગ પીસ અને ચિકન કરીનો સારો ભાગ ખાય છે અને બાળકોને બચેલું માંસ આપવામાં આવે છે. લોકોએ આરોપ લગાવ્યો છે કે, જે દિવસે શાળામાં ચિકન તૈયાર કરવામાં આવે છે તે દિવસે શિક્ષકો 'પિકનિક મૂડ'માં હોય છે અને પોતાના માટે સારી ગુણવત્તાવાળા ભાત સાથે અલગથી ભોજન તૈયાર કરે છે.

આ પણ વાંચો: જ્યારે ટાટા નેનો અને થાર વચ્ચે થયો અકસ્માત, પલટી મારી ગઈ મહિન્દ્રાની એસયૂવી

આ રીતે સમગ્ર મામલો બહાર આવ્યો

માલદા શાળાનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે મધ્યાહ્ન ભોજનમાં ચિકન કરી પીરસવામાં આવી તે દિવસે વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પાછા ફરવા લાગ્યા હતા. બાળકોએ તેમના વાલીઓને ફરિયાદ કરી કે, તેમને શાળામાં બચેલો ખોરાક પીરસવામાં આવે છે. આ બાદ, બાળકોના પરિજનો શાળાએ પહોંચ્યા અને મામલાની ફરિયાદ કરી હતી. આ પછી સ્કૂલ સ્ટાફ અને પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે, વાલીઓએ શાળાના 6 શિક્ષકોને બળજબરીથી એક રૂમમાં બંધ કરી દીધા અને રૂમને બહારથી તાળું મારી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, શિક્ષકો લગભગ 4 કલાક સુધી રૂમમાં બંધ રહ્યા હતા.

મામલાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ સંબંધીઓને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. આ પછી શિક્ષકોને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, શિક્ષકો પર આરોપ છે કે તેઓ શાળામાં સારી ગુણવત્તાવાળા ચોખાથી અલગથી ભોજન બનાવતા હતા અને તેને ચિકન લેગ પીસ સાથે ખાતા હતા. જોકે, આ સમગ્ર મામલે શાળાના ઈન્ચાર્જ શિક્ષકે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
First published:

Tags: Mid-day meal, OMG story, West bengal