પ્રેમમાં ખીલીરૂપ પતિને રસ્તામાંથી હટાવવા શિક્ષિકા પત્નીએ આપી સોપારી, પ્રેમી સાથે મળીને કરાવી હત્યા

પ્રેમમાં ખીલીરૂપ પતિને રસ્તામાંથી હટાવવા શિક્ષિકા પત્નીએ આપી સોપારી, પ્રેમી સાથે મળીને કરાવી હત્યા
આરોપી મહિલાની તસવીર કારની પ્રતિકાત્મક તસવીર

શિક્ષિકાના પ્રેમીએ બબન કુમાર નામના યુવકને શિક્ષિકાના પતિ રાકેશ કુમારની હત્યા કરવા માટે 12 હજાર રૂપિયાની સોપારી આપી હતી. આ માટે બબને તેણે 10,000 રૂપિયા એડવાન્સ પણ આપી દીધા હતા.

 • Share this:
  ગયાઃ બિહારના (bihar) ગયમાંથી એક સમસનીખેઝ મામલો સામે આવ્યો છે જ્યાં પોલીસને એક કારમાંથી એક યુવકની (dead body in car) લાશ મળી હતી. આ મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે પતિની હત્યા પાછળ શિક્ષિકા પત્ની (mastermind teachers) જ માસ્ટરમાઈન્ડ નીકળી હતી. તેણે પ્રેમી સાથે મળીને પતિની હત્યા (wife killed husband) કરાવી હતી.

  આ હત્યાનો ખુલાસો બે મહિના બાદ થયો હતો. આનાથી વધારે હેરાનીની વાતો તો એ છે કે પત્નીએ પતિને મારવા માટે 12 હજાર રૂપિયાની સોપારી આપી હતી. આ મામલો ગયા જિલ્લાના ગુરારુ વિસ્તારનો છે. જ્યાં ઘટેરા પુલ પાસે 5 ઓક્ટોબર 2020ના દિસે પોલીસને અલ્ટો કારમાંથી એક યુવકની લાશ મળી હતી. લાશનું ગળું કાપી નાંખ્યું હતું.  આ મામલે પોલીસે ખુલાસો કરતા જણાવ્યુ કે મૃતક રાકેશ કુમારની પત્ની રેખા દેવીએ પોતાના પ્રેમી અશોક દાસ અને એક યુવક બબન કુમત સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. રેખા દેવી ઔરંગાબાદ જિલ્લાના મદનપુરના એક સ્કૂલમાં શિક્ષિકા છે.

  આ પણ વાંચોઃ-

  શિક્ષિકાના પ્રેમીને બબન કુમાર નામના યુવક શિક્ષિકાના પતિ રાકેશ કુમારની હત્યા કરવા માટે 12 હજાર રૂપિયાની સોપારી આપી હતી. આ માટે બબને તેણે 10,000 રૂપિયા એડવાન્સ પણ આપી દીધા હતા. ત્યારબાદ પ્રેમી અશોક દાસ અને બબન કુમાર બંને ગુરારુના મથુરાપુર બજાર પહોંચ્યા હતા. તેણે સ્થાનિક બજારમાંથી 10 હજાર રૂપિયામાંથી 55 રૂપિયાનું ચપ્પુ ખરીદ્યુ હતું.

  આ પણ વાંચોઃ-

  મૃતક રાકેશ કુમાર ભાડા ઉપર ગાડી ચલાવતા હતા. બંને રાકેશની ગાડી ઉપર બેઠા હતા. અને સુનસાન રસ્તા મળતા જ બંનેએ રાકેશનું ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ટિકારી ડીએસપી નાગેન્દ્ર કુમારના જણાવ્યા પ્રમાણે આ મામલે ખુલાસ ત્યારે થયો જ્યારે હત્યાના મામલે અશોક દાસની ધરપકડ કરવામાં આવી હતી.  ડીએસપી નાગેન્દ્ર કુમારે જણાવ્યું કે અશોક દાસના કબૂલનામા બાદ શિક્ષિકા રેખા દેવીને પણ પકડવામાં આવી હતી. રેખા દેવીના મોબાઈલની તપાસ કરતા શિક્ષિકા અને તેના પ્રેમી સાથેના અનેક આપત્તિજનક વીડિયો પણ પોલીસને હાથ લાગ્યા હતા. શિક્ષિકા સંતાઈને આ વીડિયો રેકોર્ડિંગ કરતી હતી.
  Published by:ankit patel
  First published:January 16, 2021, 15:55 pm

  ટૉપ ન્યૂઝ