Home /News /national-international /Bad teacher: સરકારી શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીને ક્લાસ વચ્ચે કપડાં કઢાવ્યાં અને પછી...

Bad teacher: સરકારી શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીને ક્લાસ વચ્ચે કપડાં કઢાવ્યાં અને પછી...

ફાઇલ તસવીર

Bad teacher: મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થિનીનો ગંદો ડ્રોસ ઉતારીને ધોનારા શિક્ષકને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કરી નાંખ્યા છે. શિક્ષકે વિદ્યાર્થિનીના કપડાં ધોતી વખતે બે કલાક સુધી તેને અર્ધનગ્ન હાલતમાં ઊભી રાખી હતી. તેટલું જ નહીં, તેની સાથે ફોટો પડાવીને શેર પણ કર્યો હતો.

વધુ જુઓ ...
    શહડોલઃ મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં એક સરકારી શિક્ષકની શરમજનક ઘટના સામે આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેની સામે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. આરોપી ટીચર એક 10 વર્ષની આદિવાસી વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થીઓ સામે ગંદો સ્કૂલડ્રેસ ઉતરાવ્યો હતો અને પછી ધોવા લાગ્યો હતો. આ દરમિયાન બે કલાક સુધી વિદ્યાર્થિની માત્ર અંડર ગારમેન્ટ્સમાં એટલે કે કપડાં વગર બીજા વિદ્યાર્થીઓ સામે ઊભી રહી હતી.

    વિદ્યાર્થિની ગંદો સ્કૂલ ડ્રેસ પહોંચી શાળાએ પહોંચી હતી


    આ ઘટના 23મી સપ્ટેમ્બરની છે. શહડોલ જિલ્લાના બડા કલા ગામમાં શુક્રવારે આ ઘટનાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પાંચમા ધોરણમાં ભણતી આદિવાસી વિદ્યાર્થિની ગંદો સ્કૂલ ડ્રેસ પહોંચી શાળાએ પહોંચી હતી. ત્યારે શિક્ષક શ્રવણ કુમાર ત્રિપાઠીએ વિદ્યાર્થિનીનો ગંદો ડ્રેસ જોયો તો તે ઉતરાવ્યો અને સ્કૂલના ઓપન ગ્રાઉન્ડમાં ધોવા લાગ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થિનીને અર્ધનગ્ન હાલતમાં વિદ્યાર્થીઓ સામે ઊભું રહેવું પડ્યું હતું.

    આ પણ વાંચોઃ દારૂના નશામાં ધૂત પોલીસ જવાનનો વીડિયો વાયરલ

    બે કલાક કપડાં વગર વિદ્યાર્થિની ઊભી રહી


    આ સમગ્ર કાંડમાં ચોંકાવનારી વાત તો એ છે કે, વિદ્યાર્થિનીને તેનો યુનિફોર્મ સૂકાય ત્યાં સુધી, અંદાજે બે કલાક સુધી ત્યાં સ્કૂલ પરિસરમાં તે જ હાલતમાં રહેવું પડ્યું હતું. તેટલું જ નહીં, આરોપી શિક્ષકે કપડાં ઘોવા દરમિયાન વિદ્યાર્થિની સાથે તેનો ફોટો પાડીને તે વિભાગના સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર પણ કર્યો હતો. સોશિયલ મીડિયામાં ટીચરની આ હરકતનો વીડિયો અને તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી. આ ઘટના પછી જિલ્લા પ્રશાસનમાં હડકંપ મચ્યો હતો.


    ગ્રામીણોના હંગામા પછી જિલ્લા પ્રશાસને પગલાં ભર્યા


    એવું કહેવાય રહ્યુ છે કે, ગામના લોકોને આ ઘટનાની ખબર પડતાં જ તેઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યારે ગ્રામીણોએ જોરશોરમાં આ ઘટનાનો અને શિક્ષકનો વિરોધ કર્યો હતો, ત્યારે શિક્ષકે પોતાને સ્વચ્છતા મિત્ર ગણાવ્યો હતો. જો કે, ગ્રામજનોએ આ મામલે સ્કૂલના આચાર્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. બે દિવસ પછી એટલે કે આજે રવિવારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષક શ્રવણ કુમારને સસ્પેન્ડ કર્યા છે. ત્યાં તેમની સામે તપાસ કરવાના પણ આદેશ આપ્યાં છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Madhya pradesh, Madhya pradesh news, Photo viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन