ભરતપુર : રાજસ્થાનના (Rajasthan)ભરતપુરમાં (Bharatpur) એક ચકિત કરનારો મામલો સામે આવ્યો છે. ટીચર પાસે ટ્યૂશન (Teacher Student Love) ભણવા આવતી યુવતીને પોતાનાથી ડબલ ઉંમરના ટીચર સાથે પ્રેમ થઇ ગયો અને ઘરેથી ભાગી ગયા હતા. પછી યુવતીએ ટીચર સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. આખી ઘટના ભરતપુરના જનુથરની છે. જ્યાં એક કોલેજમાં 40 વર્ષનો ટીચર ટ્યૂશનમાં યુવતીને અંગ્રેજી ભણાવતો હતો. ટીચરને પ્રેમ કરનારી યુવતી સોનિયા ગ્રેજ્યુએશન પછી બીએડની (B.Ed)તૈયારી કરી હતી. 4 વર્ષથી વધારે સમયથી ટીચર સતવીર યુવતીને ટ્યૂશન ભણાવતો હતો.. ટ્યૂશન દરમિયાન બન્ને નજીક આવ્યા હતા અને બન્નેને પ્રેમ થયો હતો. ટીચર સતવીર રોજ નદબઈથી યુવતીને ટ્યૂશન ભણાવવા માટે ગામમાં જતો હતો.
લગભગ 1 વર્ષ પહેલા સતવીરે કોલેજમાં અભ્યાસ કરાવવાનો બંધ કરી દીધો હતો. આ પછી ટીચર સોનિયાને અભ્યાસ કરાવવા માટે તેના ઘરે જતો હતો અને આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. ઘણા સમય પછી યુવતી સોનિયા પોતાની ફોઇના ત્યાં રહેવા માટે ભરતપુર આવી હતી. અહીં આવ્યા પછી બન્નેએ ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. સતવીર યુવતી સોનિયાને ભગાડી અજમેર લઇ ગયો હતો. જ્યા બન્નેએ પુષ્કરમાં કોર્ટ મેરિજ કરી લીધા હતા.
પરિવારજનોએ સોનિયાની ઘણી શોધખોળ કરી હતી પણ તેની કોઇ ભાળ મળી ન હતી. આ પછી યુવતી સોનિયાના સંબંધીઓ દ્વારા મથુરા ગેટ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે યુવતી સોનિયા અને ટીચર સતબીરને ભરતપુર એસડીએમના સામે હાજર કર્યા હતા. જ્યાં પોલીસ સામે બન્નેએ નિવેદન આપ્યા અને કહ્યું કે બન્નેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે બન્ને એકબીજા સાથે રહેવા માંગે છે.
પરિવારજનોને સૂચના મળતા જ એસડીએમના કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન યુવતી સોનિયાને પરિવારજનોએ ઘણી સમજાવી હતી અને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે માની ન હતી. તેણે કહ્યું કે તે સતવીર સાથે જીવન પસાર કરવા માંગે છે. બતાવવામાં આવી રહ્યું છે કે હાલ યુવતી સતબીર સાથે ચાલી ગઈ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર