Home /News /national-international /

અર્પિતા મુખર્જીની 4 લક્ઝરી ગાડીઓ ગાયબ, મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા હોવાની આશંકા, ED તપાસમાં લાગી

અર્પિતા મુખર્જીની 4 લક્ઝરી ગાડીઓ ગાયબ, મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા હોવાની આશંકા, ED તપાસમાં લાગી

અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee) એક ફ્લેટથી લગભગ 28 કરોડ અને પછી અન્ય એક ફ્લેટમાંથી 21 કરોડ રોકડા મળી આવ્યા હતા

Arpita Mukherjee - આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે

    કોલકાતા : શિક્ષક ભરતી કૌભાંડમાં (teacher recruitment scam)આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની (Parth Chatterjee)ખાસ વ્યક્તિ અર્પિતા મુખર્જીની (Arpita Mukherjee)મુશ્કેલી વધી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પલેક્સથી અર્પિતાની ચાર લક્ઝરી ગાડીઓ ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સમાં ઇડીના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં કેશ ભરેલી છે. ઇડી (Enforcement Directorate)આ આખા મામલે સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જોકે આ દરમિયાન ઇડીએ અર્પિતાની એક મર્સિડીઝ કારને જપ્ત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ડાયમંડ સિટીથી જે કાર ગાયબ થઇ છે તેમાંથી બે કાર અર્પિતા મુખર્જીના નામે છે.

    આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઇડીએ અર્પિતાના એક ફ્લેટથી લગભગ 28 કરોડ અને પછી અન્ય એક ફ્લેટમાંથી 21 કરોડ રોકડા મળી આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી કથિત સ્કૂલ ભરતી કૌભાંડમાં અર્પિતાની ધરપકડ કરી ચુકી છે.

    સરકારી સ્કૂલો અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં થયેલા કથિત શિક્ષક ભરતી કૌભાંડ સમયે પાર્થ ચેટર્જી પાસે શિક્ષા વિભાગનો પ્રભાર હતો. આ પછી તેમની પાસેથી આ પ્રભાર લઇ લેવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો - 29 કરોડ કેશ, 5 કિલો સોનું, અર્પિતા મુખર્જીના બીજા ઘરના ટોઇલેટમાંથી મળ્યો 'ખજાનો'

    કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર 48 કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે.

    કોણ છે અર્પિતા મુખર્જી

    EDની રડારમાં આવેલ અર્પિતા મુખર્જીની વાત કરવામાં આવે તો અર્પિતા મુખર્જીએ ખૂંબ જ ટૂંકાગાળા માટે બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ ફિલ્મી કરિઅરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. તેણે બાંગ્લા ફિલ્મોની સાથે સાથે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસેનજીત અને લીડ રોલવાળી ફિલ્મોમાં પણ સાઈડ રોલ ભજવ્યા છે. ઉપરાંત અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મ અમર અંતકનાડમાં પણ અભિનય કર્યો છે.

    અર્પિતા મુખર્જી પાર્થ ચેટર્જીની નજીકની વ્યક્તિ - કહેવાય છે કે અર્પિતા મુખર્જી પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકની વ્યક્તિ છે. પાર્થ ચેટર્જી મમતા બેનર્જી સરકારમાં શિક્ષા મંત્રી રહી ચૂક્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Enforcement directorate, Kolkata

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन