14 વર્ષના વિદ્યાર્થી સાથે મહિલા ટીચરે બનાવ્યા શારીરિક સંબંધો, હવે મળી આવી સજા

મહિલા ટીચરે 14 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી 8 મહિના સુધી શારીરિક સંબંધો બનાવ્યા (પ્રતિકાત્મક તસવીર)

મહિલા ટીચર વિદ્યાર્થી સાથે રાત્રે ફોન પર અશ્લિલ ચેટિંગ કરતા હતા

  • Share this:
    ચંદીગઢ : રામ દરબારમાં રહેતી એક મહિલા ટીચરને (Teacher)કોર્ટે 10 વર્ષની સજા (Punishment)સંભળાવી છે. કોર્ટે (Court)મહિલા ટીચરને 14 વર્ષના કિશોર સાથે શારીરિક સંબંધ (Physical Relation) બનાવવાના ગુનામાં આ સજા સંભળાવી છે. કોર્ટે મહિલા ટીચર પર 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 2018માં સેક્ટર-31ના પોલીસ સ્ટેશને (police station)આરોપી મહિલા ટીચર સામે પોક્સો એક્ટ (pocso act)હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. તે સમયે મહિલાની ઉંમર 34 વર્ષની હતી.

    મહિલા ટીચર દ્વારા શોષણનો શિકાર થયેલો 14 વર્ષીય વિદ્યાર્થી પોતાની નાની બહેન સાથે રામ દરબારમાં રહેતી મહિલા ટીચર પાસે ટ્યૂશન (Tuition)ભણવા જતો હતો. અચાનક ટીચરે વિદ્યાર્થીની નાની બહેનને ટ્યૂશનથી હટાવી દીધી હતી. માતા-પિતાએ તેનું કારણ પૂછ્યું તો ટીચરે કહ્યું કે તે વિદ્યાર્થીનો અભ્યાસ બગાડે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા ટીચરે 14 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી 8 મહિના સુધી શારીરિક સંબંધો બનાવ્યા હતા. આ માટે વિદ્યાર્થી પર અલગ-અલગ દબાણ કર્યા હતા.

    આ પણ વાંચો - કરવાચોથ પર લીધેલી સેલ્ફી જીવનની આખરી સેલ્ફી બની, અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત, દિવાળીમાં માતમ

    વિદ્યાર્થીના માતા-પિતાએ લગાવ્યો હતો આવો આરોપ

    માતા-પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે મહિલા ટીચર તેમના બાળક સાથે રાત્રે ફોન પર અશ્લિલ ચેટિંગ કરતા હતા. પરિવારને પહેલા લાગ્યું કે ટીચર રુટિન અભ્યાસને લઇને મેસેજ કરતા હશે. જોકે તેમણે જ્યારે અશ્લિલ ચેટિંગ જોઈ તો હકીકતની ખબર પડી હતી. એક દિવસ મહિલા ટીચરે બળજબરીથી પોતાના વિદ્યાર્થીને સાથે લઇ જવા દબાણ કર્યું હતું અને જ્યારે તે ના માન્યો તો ટીચરે બાળકને ઝેરીલી વસ્તુ ખવડાવી દીધી હતી.

    આ પણ વાંચો - પત્નીનું બે યુવક સાથે હતું 'લફરું', પૈસા પણ આપતી હતી, વાંચો હત્યા બાદ આત્મહત્યાની દર્દનાક કહાની

    આ પછી વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધીને મહિલા ટીચરની ધરપકડ કરી હતી. છેલ્લા 3 વર્ષથી આ કેસની સુનાવણી એડીજે સ્વાતિ સહગલના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહી હતી.

    માતાની ક્રૂરતા, બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી

    દિલ્હી મહિલા આયોગે બુધવારે એક સીસીટીવી ફૂટેજને (CCTV Footage-Video) ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસને એક મહિલા સામે ફરિયાદ નોંધવા માટે નોટિસ ઈશ્યૂ (Notice issue) કરી છે. સીસીટીવી ફૂટેજમાં મહિલા પોતાના ઘરે પોતાના બે નાના ભુલકાને બેરહેમીથી મારી રહી છે. મહિલા આયોગે વીડિયોના આધારે દિલ્હી પોલીસને મહિલા સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજનો વીડિયો મહિલાના પતિએ દિલ્હી મહિલા આયોગને આપ્યો હતો, જેમાં તેની પત્ની તેના 8 વર્ષના અને 2 વર્ષના માસૂમ બાળકોને નિર્દયતાથી મારી રહી છે. વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે તે મહિલાની 57 વર્ષીય સાસુ બાળકોને મારવાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
    Published by:Ashish Goyal
    First published: