મેરા ભારત મહાન! શિક્ષક દિનેશ પટેલે બનાવ્યો સ્ત્રી રોબોટ 'શાલુ', 38 વિદેશી ભાષામાં કરે છે વાત

રોબોટ સાથે શિક્ષક દિનેશ પટેલ

બોલિવૂડની ફિલ્મ રોબોટમાંથી પ્રેરણા લઈ દિનેશ પટેલે શાલુનું સર્જન કર્યું હતું. શાલું હોંગકોંગમાં હેન્સન રોબોટીકસ દ્વારા તૈયાર કરાયેલી સોફિયા જેવી જ છે.

  • Share this:
    મુંબઈઃ દેશમાં પ્રતિભાની કોઈ ઉણપ નથી. ટૂંકા સંસાધનોમાં પણ ઇનોવેશન કરવામાં ભારતીયો (Indian) કોઈનાથી પાછળ નથી. ત્યારે આઈઆઈટી બોમ્બે (IIT Bombay)ના કેન્દ્રીય વિદ્યાલયના કોમ્પ્યુટર સાયન્સના (Computer Science) શિક્ષક દિનેશ પટેલ (Dinesh Patel) દ્વારા એક એવા રોબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 9 સ્થાનિક અને 38 વિદેશી ભાષામાં (languages) વાત કરી શકે છે! આ રોબોટનું નામ શાલુ (Robot shalu) રાખવામાં આવ્યું છે.

    શાલુ હોંગકોંગની સોફિયા જેવી!
    બોલિવૂડની (bollywood) ફિલ્મ રોબોટમાંથી (robot film) પ્રેરણા લઈ દિનેશ પટેલે શાલુનું સર્જન કર્યું હતું. શાલું હોંગકોંગમાં હેન્સન રોબોટીકસ (Hanson Robotics in Hong Kong) દ્વારા તૈયાર કરાયેલી સોફિયા જેવી જ છે.

    રૂ. 50,000નો ખર્ચ અને ત્રણ વર્ષની મહેનત
    દિનેશ પટેલ જૌનપુર જિલ્લાના રાજમલપુર ગામના વતની છે. આઈએએનએસ સાથેની વાતચીતમાં દિનેશ પટેલે જણાવ્યું હતું કે, શાલુને પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, લાકડા, એલ્યુમિનિયમના વેસ્ટ મટીરીયલમાંથી બનાવાઈ છે. તેને બનાવવા માટે રૂ. 50,000નો ખર્ચ અને ત્રણ વર્ષની મહેનત લાગી છે. ઉપરાંત શાલુને બનાવવામાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ પણ કરાયો છે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

    આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

    આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

    આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    શાલુ શિક્ષક અને રીસેપ્શનીસ્ટ બની શકે છે
    શાલુ એક પ્રકારનું પ્રોટોટાઈપ છે. શાલુ કોઈપણ વ્યક્તિને ઓળખી શકે છે, વસ્તુઓ યાદ રાખે છે, સવાલના જવાબ આપે છે, સામાન્ય જ્ઞાન ધરાવે છે અને ગણિતના કોયડા પણ ઉકેલી શકે છે. એટલું જ નહીં શાલુ લોકો સાથે વાત કરવી, લાગણી દર્શાવવી, છાપું વાંચવું જેવા કર્યો પણ કરી શકે છે. શાલુનો ઉપયોગ શિક્ષક અને રીસેપ્શનિસ્ટ તરીકે પણ થઈ શકે છે.



    આઈઆઈટી બોમ્બેના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર સુપ્રતિક ચક્રવર્તીએ રોબોટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ખરેખર આ એક મોટી સિદ્ધિ છે. આવા રોબોટનો ઉપયોગ શિક્ષણ, મનોરંજન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ થઈ શકે છે.
    First published: