પૂણેના આ ચા વાળાની એક મહિનાની કમાણી છે 12 લાખ રૂપિયા

 • Share this:
  નરેન્દ્ર મોદી જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી 2014 લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન ઉમેદવાર બન્યાં હતાં. તે વખતે ચા વાળા કહીને ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. મોદીએ જીત્યાં પછી ટ્વિટ કરીને કહ્યું હતું કે જુઓ આ ચા વાળો ક્યાં સુધી પહોંચ્યો. જો કે મહારાષ્ટ્રના પુણેમાં એક ચા વાળાની આવકને કારણે તે ઘણો ચર્ચામાં છે.

  આ ચા વાળો દર મહિને કોઈ મલ્ટિ નેશનલ કંપનીમાં સારા પદ પર નોંકરી કરતા કર્મચારી કરતા પણ વધારે આવક કમાઈ છે. નવનાથ યેવલનો પુણેમાં ‘યેવલે ટી હાઉસ’ નામનો ચાનો સ્ટોલ છે. આ ટી સ્ટોલ લોકોનું પસંદગીનું સ્થળ બની ગયું છે. શહેરના જાણીતા સ્ટોલ્સમાં આ ટી સ્ટોલની ગણતરી થાય છે. યેવલે ટી હાઇસની મહિનાની કમાણી અધધધ 12 લાખ રૂપિયા છે. યેવલે ટી ગાઉસના કો-ફાઉંડર નવનાથ યેવલેનું કહેવું છે કે તે નજીકના ભવિષ્યમાં તેમના ટી સ્ટોલને આંતરરાષ્ટ્રિય બ્રાંડ પણ બનાવશે.  નવનાથના કહ્યાં પ્રમાણે પકોડા બિઝનસથી વિપરીત ચા વેચવાનો બિઝનેસ પણ ભારતીયોને રોજગાર પુરો પાડી રહ્યો છે. તે ખુબ જ ઝડપી વિકસી રહ્યો છે જેને લઈને હું ખુબ જ ખુશ છું. હાલ પુનામાં યેવલે ટી સ્ટોલના ત્રણ સેંટરો આવેલા છે. દરેક સેંટર પર લગભગ 12 લોકો કામ કરે છે.
  Published by:Kaushal Pancholi
  First published: