From Tea Seller to Assistant Professor: રફિક ઇબ્રાહિમ, જે એક સમયે કેરળના બસ સ્ટેન્ડમાં ચા વેચતા હતા, તે આજે કન્નુર યુનિવર્સિટીમાં મલયાલમમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે.
સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. સતત મહેનત અને ખંત વ્યક્તિને અવરોધો પાર કરીને સફળ થવામાં મદદ કરે છે. કેરળના રફિક ઇબ્રાહિમે આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રફિક ઇબ્રાહિમ, જે એક સમયે કેરળના બસ સ્ટેન્ડમાં ચા વેચતા હતા, તે આજે કન્નુર યુનિવર્સિટીમાં મલયાલમમાં અસિસ્ટન્ટ પ્રોફેસર (From Tea Seller to Assistant Professor) છે.
આ છે તેમની પ્રેરણાત્મક સફર
વાયનાડમાં જન્મેલા રફિક ઇબ્રાહિમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પરિવારને ટેકો આપવા માટે રફિકે 10 ધોરણ પાસ કર્યા બાદ મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુર બસ સ્ટેન્ડ પર ચા વેચવાનું શરુ કર્યું. જ્યારે દુકાન બંધ હોય, ત્યારે તેમણે વાહનો સાફ કર્યા. થોડા વર્ષો બાદ તેઓ કામ કરવા માટે વાયનાડ પાછા ફર્યા અને ફૂટવેરની શોપમાં સેલ્સપર્સન તરીકે કામ કરવા લાગ્યા.
કલાકો સુધી કામ કરવા છતાં રફિક ઇબ્રાહિમ (Rafiq Ibrahim's inspiring story) પુસ્તકો અને મેગઝિન વાંચવાનો સમય કાઢી લેતાં. જ્ઞાન મેળવવાની તેમની ધગશ જોઈને તેમના મિત્રોએ ઇકોનોમિક્સના અન્ડરગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો આગ્રહ કર્યો. એ દરમ્યાન તેમણે કલપેટ્ટા જિલ્લા લાયબ્રેરીમાં અઢળક પુસ્તકો વાંચ્યાં. બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી અને છેવટે પીએચડી કરી.
'ઓળખ અને વર્ગની રાજનીતિ' પરનો લેખ ટર્નિંગ પોઈન્ટ બન્યો
રફિક ઇબ્રાહિમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમણે કલાડીની શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઓફ સંસ્કૃતમાં મલયાલમ ભણાવતા શિક્ષણવિદ્ અને વક્તા સુનિલ પી ઇલાયદોમ દ્વારા લખાયેલ 'ઓળખ અને વર્ગની રાજનીતિ' પરનો એક લેખ વાંચ્યો. આનાથી તેમણે મલયાલમમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને ઇલાયદોમ તેમના આદર્શ બની ગયા.
એટલું જ નહીં, રફિકે મલયાલમ ડીપાર્ટમેન્ટમાં એડમિશન પણ મેળવી લીધું, જ્યાં ઇલાયદોમ ભણાવતા હતા. રફિકે ઇલાયદોમના માર્ગદર્શન હેઠળ ‘લિટરરી ફોર્મ્સ એન્ડ કલ્ચરલ હિસ્ટ્રી’માં ડોક્ટરેટ પ્રાપ્ત કર્યા પહેલા એમફિલ પૂર્ણ કર્યું.