Home /News /national-international /

પ્રેરણા: ચા-કોફી વેચનાર વ્યક્તિ આ રીતે બન્યો લમ્બોર્ગીની ડિલરશિપનો માલિક

પ્રેરણા: ચા-કોફી વેચનાર વ્યક્તિ આ રીતે બન્યો લમ્બોર્ગીની ડિલરશિપનો માલિક

સતિષે ખરીદેલી લમ્બોર્ગિની એવેન્ટાડોર રોડસ્ટર હજુ પણ આપણા દેશના રસ્તાઓ પર દેખાતી ખૂબ જ દુર્લભ કાર છે

Businessmen Success Story - તમે વિશ્વના ઘણા ટોચના બિઝનેસમેનની કહાનીઓ સાંભળી હશે. જેમણે નાના બિઝનેસ અથવા કોઈ નાના કામ (Small Business)થી શરૂઆત કરી અને આજે કરોડોપતિ બની ગયા છે

તમે વિશ્વના ઘણા ટોચના બિઝનેસમેનની કહાનીઓ (Businessmen Success Story) સાંભળી હશે. જેમણે નાના બિઝનેસ અથવા કોઈ નાના કામ (Small Business)થી શરૂઆત કરી અને આજે કરોડોપતિ બની ગયા છે. આવી જ કહાની છે એક બિઝનેસમેનની જેણે પોતાના સપનાને હકીકત બનાવવા દિવસ રાત મહેનત કરી. અમે વાત કરી રહ્યા છીએ બેંગલોરના 50 વર્ષીય ટી.એસ. સતિષ (T S Satish) વિશે. જે સાઉથ ઇન્ડિયા (South India)ના પહેલા લેમ્બોર્ગિની ડીલરશિપના માલિક (First Lamborghini Dealership Owner) છે.

ચા-કોફીની દુકાનમાં કર્યુ કામ

સતિષ તેની મોટી બહેન અને તેના પતિ સાથે મલ્લેશ્વરમમાં રહેતા હતા. તેણે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને 16 વર્ષની ઉંમરે તેનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. જે બાદ તેણે અભ્યાસની સાથે વકીલની ઓફીસમાં ચા-કોફી વહેંચવાની શરૂઆત કરી. તેણે દયાનંદ સાગર ઈવનિંગ કોલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી.

3 વર્ષ પછી મળી પહેલી નોકરી

3 વર્ષ બાદ સતિષને હેવલેટ પેકાર્ડમાં ખરીદી વિભાગમાં ટાઇપિસ્ટની નોકરી મળી. જ્યાં તેને રૂ. 1200 પ્રતિ માસ સેલેરી મળતી હતી. આ દરમિયાને તેણે પૂરા ખંત સાથે કામ કરીને કંપનીમાં પોતાનો રેન્ક સતત વધાર્યો. 1999માં તેણે આ જોબ છોડી દીધી. ત્યારે તેનો પગાર રૂ. 1.5 લાખની આસપાસ હતો.

આ પણ વાંચો - સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી 1 કરોડ રોકડા અને 2 કિલોની સોનાની ઇટો મળી આવી, ક્યાંથી આવ્યા રૂપિયા?

10 વર્ષમાં મળ્યા 9 પ્રમોશન

સતિષે એક વાતચીતમાં જણાવ્યું કે , તેને 10 વર્ષમાં તે નોકરીમાં 9 પ્રમોશન મળ્યા હતા. 1999માં જોબ છોડ્યા બાદ તે રીયલ-એસ્ટેટ સેક્ટરમાં જોડાયા. રૂ. 50,000ના રોકાણ સાથે એક 4000 સ્ક્વેર ફૂટનો પ્લોટ ખરીદ્યો. મંદી અને છેતરપિંડીએ તેનો રસ્તો થોડો મુશ્કેલ બનાવ્યો. પરંતુ તેના મિત્રોએ સહાય કરી, તેમણે બેંકમાંથી લોન લઇને સતિષ પાસેથી એપાર્ટમેન્ટ ખરીદ્યા.

શરૂઆતના 5 વર્ષો રહ્યા કઠીન

સતીશે આગળ ઉલ્લેખ કર્યો કે, તેમના વ્યવસાયના શરૂઆતના પાંચ વર્ષ તેના માટે સૌથી મુશ્કેલ હતા. તેમની પ્રથમ સફળતા 2008-2009માં બેંગ્લોર અને કેરળમાં અમુક રેસિડેન્શિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા પછી મળી હતી. તેમની કંપનીએ 2013માં રૂ. 400 કરોડનો આંકડો પાર કર્યો હતો.

પોતાના માટે ખરીદી લમ્બોર્ગિની

સતિષને પોતાના માટે કોઇ અલગ વાહનની શોધ હતી. પહેલા તેણે પોર્શ લેવાનો વિચાર કર્યો. પરંતુ પછી તેને અહેસાસ થયો કે બેંગલોરમાં ઘણા લોકો પાસે પોર્શ છે. જે બાદ તેણે લમ્બોર્ગિની એવેન્ટડોર રોડસ્ટર ખરીદી. એટલું જ નહીં તેણે બેંગલોરમાં સાઉથ ઇન્ડિયાની પહેલી લમ્બોર્ગિની ડિલરશિપ શરૂ કરી.

સતિષે ખરીદેલી લમ્બોર્ગિની એવેન્ટાડોર રોડસ્ટર હજુ પણ આપણા દેશના રસ્તાઓ પર દેખાતી ખૂબ જ દુર્લભ કાર છે. જ્યારે તેણે Aventador ખરીદી ત્યારે તેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા હતી. લેમ્બોર્ગિની સિવાય સતીશ પોતાના કાર કલેક્શનમાં BMW, Audi, Volkswagen અને Hyundai જેવી કાર ધરાવે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Success story, બીએમડબલ્યુ

આગામી સમાચાર