આંધ્ર પ્રદેશમાં રાજકીય ભૂકંપ, ટીડીપીના ચાર સાંસદ ભાજપમાં જોડાયા

News18 Gujarati
Updated: June 20, 2019, 7:32 PM IST
આંધ્ર પ્રદેશમાં રાજકીય ભૂકંપ, ટીડીપીના ચાર સાંસદ ભાજપમાં જોડાયા
ભાજપ સાંસદ ઉચ્ચ સદનમાં બહુમત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે અનેક મુખ્ય બિલ પાસ કરાવવા માટે પાર્ટી પાસે બહુમત નથી.

ભાજપ સાંસદ ઉચ્ચ સદનમાં બહુમત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે અનેક મુખ્ય બિલ પાસ કરાવવા માટે પાર્ટી પાસે બહુમત નથી.

  • Share this:
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ માટે હાલ બધુ અયોગ્ય ચાલી રહ્યું છે. તેલગુ દેશમ પાર્ટીના પ્રમુખ હાલ વિદેશમાં પરિવાર સાથે વેકેશન માણી રહ્યાં છે, તો ઘરમાં જ તેમની પાર્ટીના ચાર સાંસદ ભાજપમાં જોડાઇ ગયા.

ટીડીપીના ચાર સાંસદ ગુરુવારે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુને મળવા પહોંચ્યા, આ દરમિયાન ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમની સાથે હાજર હતા. ચારોએ ઉપ રાષ્ટ્રપતિને એક પત્ર સોંપ્યો, જેમાં તેઓએ ભાજપમાં સામેલ થવાની માગ કરી, ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમાં બધા વિધિવત રીતે ભાજપમાં સામેલ કરાયા.

અહીં ક્લિક કરી વાંચોઃ ખતરનાક સીરિયલ કિલર, મહિલાઓની હત્ય કરી કરતો આવું કામ...

 ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યસભામાં ટીડીપીના 6 સાંસદ છે, જેમાંથી ચાર ભાજપ જોડાઇ ગયા, ભાજપમાં સામેલ થનારા ચારેય સાંસદોમાં વાય એસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વેંકટેશ અને મોહન રાવનો સમાવેશ થાય છે. ભાજપ સાંસદ ઉચ્ચ સદનમાં બહુમત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે અનેક મુખ્ય બિલ પાસ કરાવવા માટે પાર્ટી પાસે બહુમત નથી.
First published: June 20, 2019, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading