Home /News /national-international /TDPનાં બે મંત્રીઓના મોદી કેબિનેટમાંથી રાજીનામા, જાણો શું છે વિવાદ

TDPનાં બે મંત્રીઓના મોદી કેબિનેટમાંથી રાજીનામા, જાણો શું છે વિવાદ

આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ (ફાઈલ તસવીર)

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવનાર છે. આથી વિશેષ દરજ્જાને લઈને ટીડીપી બીજેપી પર દબાણ કરી શકે છે.

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગણીને લઈને એનડીએના સાથી પક્ષ તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)ના બે મંત્રીઓએ આજે મોદી કેબિનેટમાંથી રાજીનામા આપી દીધા છે. એનડીએ સરકારમાં ટીડીપીના બે મંત્રી અશોક ગજપતિ અને વાઈએસ ચૌધરીએ રાજીનામા ધરી દીધા છે. જોકે, ટીડીપી એનડીએ ગઠબંધનમાં બની રહેશે.

નોંધનીય છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ બજેટમાં રાજ્ય તરફ ઉપેક્ષા સેવવામાં આવી હોવાને લઈને એનડીએ સરકાર પ્રત્યે નારાજગી જાહેર કરી ચુક્યા છે. નાયડૂએ કહ્યું હતું કે, સરકારે પાંચ વર્ષ પહેલા આંધ્ર પ્રદેશના વિભાજન સમયે અનેક વચન આપ્યા હતા પરંતુ સરકારે એક પણ વચન પૂરું કર્યું નથી. આ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ આંધ્રને વિશેષ દરજ્જો આપવાને લઈને ઇન્કાર કરી દીધો હતો. જેટલીએ કહ્યું હતું કે આંધ્રને ફક્ત સ્પેશ્યલ પેકજ આપવામાં આવશે.

2019ની લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવનાર છે. આથી વિશેષ દરજ્જાને લઈને ટીડીપી બીજેપી પર દબાણ કરી શકે છે.

શું છે ટીડીપીની માંગણી?

  • સીએમ ચંદ્રબાબૂની નાયડૂની માંગણી છે કે કેન્દ્ર સરકાર પોલાવરમ પ્રોજેક્ટ માટે રૂ. 58 હજાર કરોડની રકમ તાત્કાલિક મંજૂર કરે.

  • અમરાવતીના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં પૂરતી રકમની ફાળવણીની પણ માંગણી કરવામાં આવી છે.

  • રાજ્યના વિધાનસભાની બેઠક 175થી વધારીને 225 કરવામાં માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

  • સીએમ ચંદ્રબાબૂ નાયડૂનું કહેવું છે કે રાજ્યના વિભાજનને કારણે આંધ્ર પ્રદેશે નાણાકિય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં વિભાજન પછી કાયદાને આધિન આપવામાં આવેલા નિયમોને લાગૂ કરવામાં મોડું કરવામાં ન આવે. આનાથી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.


આંધ્ર પ્રદેશ વિધાનસભાનું સમીકરણ

વર્ષ 2014માં આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ સારુ પ્રદર્શન કર્યું હતું. ટીડીપી અને એનડીએના ગઠબંધને 175માંથી 106 બેઠક પર જીત મેળવી હતી. આમાંથી 102 બેઠક ટીડીપીને મળી હતી, જ્યારે 4 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસથી અલગ થઈને ચૂંટણી લડનાર જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસને ફક્ત 67 બેઠક મળી હતી. નોંધનીય છે કે હાલમાં ટીડીપીના 15 સાંસદ છે. મોદી કેબિનેટમાં ટીડીપીના બે મંત્રીઓ છે.
First published:

Tags: Chandrababu naidu, Modi Cabinet, Resign, TDP, એનડીએ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन