ફરી સંકટમાં NDA! ગઠબંધન તોડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે TDP

News18 Gujarati
Updated: March 15, 2018, 9:29 PM IST
ફરી સંકટમાં NDA! ગઠબંધન તોડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે TDP
ટીડીપીની કટ્ટર વિરોધી વાઈએસ કોંગ્રેસ સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે...

ટીડીપીની કટ્ટર વિરોધી વાઈએસ કોંગ્રેસ સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે...

  • Share this:
આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળવાથી નારાજ ચાલી રહેલ ચંદ્રબાબૂ નાયડૂની તેલગૂ દેશન પાર્ટી ટુંક સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે એટલે કે એનડીએના ગઠબંધનને ઝટકો આપી શકે છે. આ ઝટકો પહેલા ઝટકા કરતા વધારે જબરદ્સત હશે. સૂત્રોનું માનીએ તો, મોદી કેબિનેટમાંથી પોતાના બે મંત્રીને પાછા બોલાવ્યા બાદ ટીડીપી એનડીએમાંથી અલગ થઈ શકે છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે ટીડીપીની કટ્ટર વિરોધી વાઈએસ કોંગ્રેસ સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેલૂગુ દેશમ પાર્ટી આ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપી શકે છે. આગળની રણનીતિ નક્કી કરવા માટે ટીડીપીએ શુક્રવારે સદનની કાર્યવાહી પહેલા પોલિતબ્યૂરોની મીટિંગ પણ બોલાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેલૂગુ દેશમ પાર્ટીનું માનવું છે કે, આંધ્રપ્રદેશના હિત માટે તેમની માંગને સમર્થન મળવું જોઈએ. પરંતુ, હાલના સમયમાં આવું દેખાઈ નથી રહ્યું. આ પહેલા અમરાવતીમાં પોલિતબ્યૂરોની મિટીંગ બાદ ટીડીપી સુપ્રિમો એન. ચંદ્રબાબૂ નાયડૂએ અવિશ્વાસના પ્રસ્તાવનું સમર્થન કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે પોતાના મંત્રીઓે પાછા બોલાવ્યા બાદ નાયડૂના કટ્ટર વિરોધી અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ તેમને એનડીએ સાથેનું સમર્થન પાછુ ખેંચવા માટે પડકાર પણ ફેંક્યો છે. રેડ્ડીએ કહ્યું કે, ચંદ્રબાબૂ આવું પણ નથી કરી શકતા, કારણ કે તે ડરે છે.

હવે વાયએસઆર કંગ્રેસ પાર્ટીના સંસદમાં શુક્રવારે એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. ડીટીપી આનું સમર્થન કરી શકે છે. વાયએસઆર કોંગ્રેસ અદ્યક્ષ જગન મોહન રેડ્ડીએ આ માટે તમામ વિપક્ષી દળોને ચિટ્ઠી લખી અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન આપવા માટે વિનંતી કરી છે.
First published: March 15, 2018, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading