તબલીગી જમાતના દર્દીઓએ હોસ્પિટલમાં નર્સો સામે અશ્લીલ ચેનચાળા કર્યા, આક્ષેપ બાદ ખળભળાટ

વિદેશી જમાતી 67 દેશોથી મરકઝમાં જોડાવવા માટે આવ્યા હતા. દિલ્હી પોલીસે તમામ વિદેશી જમાતીયોની પુછપરછ કરી લીધી છે. અનેક લોકોએ કહ્યું કે તે મરકઝમાં મૌલાના મોહમ્મદ સાદના કહેવા પર 20 માર્ચ પછી ભારતમાં રોકાયા હતા. આ તમામ વિદેશી જમાતીઓનો ક્વારંટાઇન સમય પુરો થઇ ચૂક્યા છે. અને તમામને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે.

ગાઝિયાબાદની સરકારી હૉસ્પિટલની નર્સ સ્ટાફે કહ્યું કે દર્દીઓએ શરમ આવે એવી હરકતો કરી

 • Share this:
  ગાઝિયાબાદ : ગાઝિયાબાદની સરકારી હૉસ્પિટલ (Government hospital of ghaziabad)ની નર્સોએ આક્ષેપ કર્યો છે કે હૉસ્પિટલમાં દાખલ તબલીગી જમાત (Tabligi jamat)ના દર્દીઓએ નર્સોની સામે અશ્લીલ ચેનચાળા કર્યા છે. હૉસ્પિટલ દ્વારા જિલ્લાના મુખ્ય આરોગ્ય વિભાગને અને આરોગ્ય અધિક્ષકને આની જાણ કરવામાં આવી છે. હૉસ્પિટલની ફરિયાદના આધારે તબલીગી જમાતના 6 દર્દીઓ સામે આઈપીસીની કલમ 354/294/509/269/270/271 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  હોસ્પિટલમાં પેન્ટ વગર ફર્યા, અશ્લીલ ગીતો સાંભળે છે

  નર્સોએ કરેલી ફરિયાદ મુજબ હોસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવેલા જમાતથી આવતા કોરોના વાયરસના સંભવિત દર્દીઓ પેન્ટ વગર ફરતા ફરતા હોય છે. આટલું જ નહીં સ્ટાફ નર્સે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભેગા થયેલા દર્દીઓ વોર્ડમાં ગંદા અને અભદ્ર ગીતો સાંભળી રહ્યા છે. તેમજ ડોકટરો અને નર્સો પાસેથી બીડી અને સિગારેટ માંગવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ દર્દીઓ મહિલા કામદારો સામે પણ અશ્લીલ હરકતો કરી રહ્યા છે.

  હૉસ્પિટલની ફરિયાદ બાદ ગાઝિયાબાદ પોલીસ પહોંચી

  ગાઝિયાબાદ પોલીસને આ ફરિયાદ મળી હતી. એસપી ગાઝિયાબાદે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ ટીમને હોસ્પિટલ મોકલી આપી હતી. સમાચાર લખતા સમયે નર્સો અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લેવાઈ ગયા હતા જ્યારે આ 6 દર્દીઓનાં નિવેદનો પણ નોંધવામાં આવશે.

  આ પણ વાંચો :  કોરોના લોકડાઉન : આજે સવારે 9 વાગે દેશવાસીઓના નામે વીડિયો સંદેશ આપશે PM મોદી

  429 લોકોનાં નમૂનાઓ ટેસ્ટ માટે મોકલાયા છે

  યુપીના આરોગ્ય વિભાગ અનુસાર લખનૌમાં જમાતનાં તમામ 27 નમૂના નેગેટિવ આવ્યા છે. ગુરુવારે, 319 લોકો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્વૉરન્ટીન થઈ ગયા હતા. તે જ સમયે, રાજ્યમાં અત્યાર સુધીમાં 3264 ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થીએ ગુરુવારે કહ્યું કે દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેનારા 429 લોકોના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
  Published by:Jay Mishra
  First published: