COVID-19ની તપાસમાં વધારો થશે, ટેસ્ટિંગમાં ટીબી મશીનનો થઈ શકે છે ઉપયોગ

COVID-19ની તપાસમાં વધારો થશે, ટેસ્ટિંગમાં ટીબી મશીનનો થઈ શકે છે ઉપયોગ
COVID-19ની તપાસમાં વધારો થશે, ટેસ્ટિંગમાં ટીબી મશીનનો થઈ શકે છે ઉપયોગ

છત્તીસગઢમાં હવે જલ્દી ટીબીના તપાસ મશીનોથી કોરોના ટેસ્ટ (COVID-19 Test)પણ થશે

  • Share this:
    રાયપુર : છત્તીસગઢ (Chhattisgarh)માં હવે જલ્દી ટીબીના તપાસ મશીનોથી (TB Testing Machine) કોરોના ટેસ્ટ (COVID-19 Test)પણ થશે. તપાસનો દાયરો વધારવા માટે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે ટીબી મશીનો દ્વારા તપાસની પ્રક્રિયા જલ્દી શરુ કરવામાં આવશે. ટીબી ટેસ્ટિંગ મશીનમાં કોરોના ટેસ્ટ માટે કાટ્રેજ આવ્યા પછી તપાસ શરુ થઈ જશે. 45 મિનિટથી બે કલાકમાં એક ટેસ્ટ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે જણાવ્યું હતું કે જિલ્લામાં ઘણા સ્થાને ટીબીની તપાસ મશીન ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ આવનાર સમયમાં ટેસ્ટિંગ માટે કરવામાં આવી શકશે.

    સ્વાસ્થ્ય મંત્રીના મતે હાલ રાજધાની રાયપુરના લાલપુર સ્થિત હોસ્પિટલમાં આ તપાસ શરુ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે કહ્યું કે પ્રદેશના ઘણા જિલ્લામાં મશીન છે અને આ તપાસની ત્રીજી પદ્ધતિ છે. તો ત્રણ કલાકમાં પણ એક તપાસ થશે તો આપણા બધા માટે રાહત રહેશે અને જલ્દી આ પદ્ધતિથી તપાસ શરુ કરાશે.



    આ સિવાય સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે બતાવ્યું કે એમ્સ અને આંબેડકર હોસ્પિટલ પ્રબંધનથી ગ્રૂપ સેમ્પલિંગને લઈને પણ વાતચીત ચાલી રહી છે. બંને હોસ્પિટલોએ આ માટે મંજૂરી આપી દીધી છે. આનાથી તપાસની ક્ષમતા વધી જશે અને વધારેમાં વધારે લોકોના ટેસ્ટ થઈ શકશે. સાથે હાઇકોર્ટના ડાયરેક્શન પછી ખાનગી ક્ષેત્રની લેબોટરીમાં પણ ટેસ્ટિંગની સંભાવનાઓ શોધવામાં આવી રહી છે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ