ભોપાલ: મધ્ય પ્રદેશમાં પંચાયતોની આવક વધારવા પર ભાર આપી રહેલી શિવરાજ સરકાર હવે ગ્રામ સભાોને ટેક્સનો વિકલ્પ પસંદ કરીને આવક વધારવાના પ્રસ્તાવ આપ્યા છે. તેમાં કહેવાયુ છે કે, પંચાયત હવે પોતાના વિસ્તારમાં રહેતા લોકો પર પ્રોફેશનલ ટેક્સ પણ વસૂલી શકશે. તેમાં એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે, જો કોઈ વ્યક્તિ પહેલાથી ટેક્સ આપી રહ્યો છે, તો તેને વર્ષ દરમિયાન વસૂલવામાં આવતો કુલ ટેક્સ 2500 રૂપિયાથી વધારે ન હોય.
આટલો ટેક્સ દરેકને લાગશે
પંચાયત અને ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા ટેક્સની જે જોગવાઈ ગ્રામ સભામાં ફરિયાદ કર નિયમ 2001માં કરવા કહેવાયુ છે. તે મુજબ 15 હજાર સુધી વાર્ષિક આવકવાળા પાસેથી રૂપિયા 100થી 200, 20 હજારની આવકવાળા પાસે 300 રૂપિયા અને 30 હજારની આવાક વાળા પાસેથી 400 રૂપિયા અને 40 હજારની આવાકવાળા પર 600 રૂપિયા, 50 હજારની આવાકવાળા પર 900 રૂપિયા અને તેનાથી વધારે આવકવાળા પર 650 રૂપિયાથી 1400 રૂપિયા સુધી ટેક્સ વસૂલી શકશે.
તેમાં ધ્યાન એ રાખવાનું રહેશે કે, જો કોઈ પહેલાથી ટેક્સ આપી રહ્યો છે, તો તેને કુલ લાગતા ટેક્સ અઢી હજાર રૂપિયાથી બાકીના રકમ ટેક્સ તરીકે વસૂલવામાં આવશે. તેની સાથે જ આવકમાં વધારા માટે એવું પણ કહેવાય છે કે પંચાયત ઈચ્છે તો પોતાના વિસ્તારમાં બળદગાડા અથવા ઘોડાગાડી ચલાવનારા અથવા માલવાહક વાહનોમાં પશુઓનો ઉપયોગ કરનારા અથવા કુતરા તથા ભૂંડના પાળનારા પર ટેક્સ લગાવી શકે છે.
બળદગાડા અને ઘોડાગાડી પર પણ ટેક્સ લાગશે
પંચાયતને ધર્મશાળા, વિશ્રામગૃહ, વધશાળા અને પડાવ સ્થળ પર પણ ટેક્સનો વિકલ્પ આપ્યો છે. સાથે જ ભાડા પર ચલાવવામાં આવતા બળદગાડી સાયકલ અને રિક્ષા પર પણ ટેક્સ લગાવી શકશે. ગામમાં લાગતા હાટ બજારોમાં હવે ભેંસ, બકરી, ઘોડા, ઊંટ, ગધેડા વેચવા પર પણ ટેક્સ લાગશે. તો વળી હાટ બજારમાં પ્રચાર માટે સ્ટોલ લગાવવા પર દરરોજ દોઢ રૂપિયા સુધી ચાર્જ આપવાનો રહેશે.
નવી કરિયાણાની દુકાન પર 50 ટકા છૂટ
ગામની બજારમાં વાળની દુકાન તથા કરિયાણાની દુકાન તરીકે નિયમિત સેવા આપનારાને હાલના કરમાં 50 ટકાી છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત મહિલા સ્વસહાય જૂથના શિલ્પી અને કારીગરોને પણ 50 ટકા બજાર ફીમાં છૂટ આપવામાં આવી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર