મુંબઈ. ભારતીય નૌસેના (Indian Navy)એ અરબ સાગર (Arabian Sea)માં આવેલા ચક્રવાતી વાવાઝોડા ટાઉતે (Tauktae Cyclone)ના કારણે સમુદ્રમાં અનિયંત્રિત થઈને વહી ગયેલા એક બાર્જ (Barge) પર સવાર 146 લોકોને બચાવી (Rescue Operation) લીધા છે અને બાકી લોકોની શોધખોળ હજુ ચાલુ છે. એક અધિકારીએ જણાવ્યું કે, નૌસેનાએ બચાવ કાર્ય માટે મંગળવારે પી-81ને તૈનાત કર્યું હતું. રાહતની વાત એ છે કે હવામાન વિભાગ (IMD)એ વાવાઝોડું નબળું પડવાની જાણકારી આપી છે. રિપોર્ટ્સ મુજબ, આગામી ત્રણ કલાકમાં ભીષણ વાવાઝોડું નબળું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પહેલા સોમવારે નિર્માણ કંપની એફકાન્સના બોમ્બે હાઈ તેલ ક્ષેત્રમાં તૈનાત બે બાર્જ લંગરથી ખસકી થઈ અને તે દરિયામાં અનિયંત્રિત થઈને વહેવા લાગી હતી. જેની જાણકારી મળ્યા બાદ નૌસેનાએ ત્રણ ફ્રન્ટલાઇન યુદ્ધજહાજ તૈનાત કર્યા હતા. આ બે બાર્જ પર 410 લોકો સવાર હતા. આ બે બાર્જની મદદ માટે આઇએનસ કોલકાતા, આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ તલવારને તૈનાત કરવામાં આવ્યા હતા.
At least 146 personnel rescued so far from the barge P305 which is sunk on site. Aerial search commenced at first light with Indian Navy P8I on task: Defence PRO#CycloneTauktae
નૌસેનાના એક પ્રવક્તાએ મંગળવાર સવારે કહ્યું કે, સમુદ્રમાં બાર્જ પી-305થી ખૂબ જ પડકારરૂપ સ્થિતિમાં કુલ 146 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અન્ય લોકોને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન આખી રાત ચાલુ હતું.
સમાચાર એજન્સી એએનઆઇએ ભારતીય સેનાના હવાલાથી જણાવ્યું કે, દિવમાં બચાવ અને રાહત કાર્ય માટે 6 આર્મી રેસ્યૂ બ અને રિલીફ ટીમોને સક્રિય કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડા બાદની સ્થિતિનો સામનો કરવા માટે સેનાની 6 વધારાની ટીમોને જૂનાગઢ મોકલવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટીમો બોટાદ, અમરેલી અને ભાવનગર માટે પણ તૈનાત કરવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર