Tauktae Cyclone: મુંબઈએ 40 વર્ષમાં પહેલીવાર કર્યો ભીષણ વાવાઝોડાનો સામનો, મહારાષ્ટ્રમાં 6 લોકોનાં મોત

ટાઉતે વાવાઝોડાના કારણે મુંબઈમાં 479 વૃક્ષો ધરાશાયી થયા અને દીવાલ પડવાની 26 ઘટનાઓ નોંધાઈ

ટાઉતે વાવાઝોડાના કારણે મુંબઈમાં 479 વૃક્ષો ધરાશાયી થયા અને દીવાલ પડવાની 26 ઘટનાઓ નોંધાઈ

 • Share this:
  મુંબઈ. ભયાનક રૂપ ધારણ કરીને ટાઉતે વાવાઝોડું (Tauktae Cyclone) હાલ ગુજરાત (Gujarat)માંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલા આ વાવાઝોડું દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) નજીકથી પસાર થયું. જાણકારોનું માનવું છે કે 40 વર્ષમાં પહેલીવાર કોઈ આટલું ખતરનાક વાવાઝોડું શહેરમાં આવ્યું હોય. ટાઉતેના કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. પબ્લિક ટ્રાન્સપોર્ટ પર માઠી અસર પડી. આ દરમિયાન શહેરવાસીઓએ નબળા મોબાઇલ નેટવર્ક અને વીજળી કાપનો પણ સામનો કર્યો. રિપોર્સ્ મુજબ, આ વાવાઝોડાના કારણે રાજ્યમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

  હવામાન વિભાગે જાણકારી આપી હતી કે ટાઉતે સોમવારે મુંબઈના દરિયાકાંઠા વિસ્તારથી 120-130 કિલોમીટરના અંતરથી પસાર થશે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં એક્સપર્ટ્સના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, 1981 બાદ આવી પહેલી ઘટના છે જેમાં આટલું ભીષણ વાવાઝોડું શહેરની નજીક પહોંચ્યું. જો નિસર્ગ વાવાઝોડાથી તેની તુલના કરવામાં આવે તો તે મુંબઈના કાંઠાથી 110 કિલોમીટર દૂર હતું, પરંતુ શહેરને કોઈ નુકસાન નહોતું પહોંચ્યું. બીએમસી અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડાના દક્ષિણથી ઉત્તર તરફ જવા દરમિયાન ગુજરાત તરફ વધતા દક્ષિણ મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થયું.

  આ પણ વાંચો, Tauktae Cyclone Update: ગુજરાત પહોંચીને નબળું પડ્યું વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે પૂરી થઈ લેન્ડફોલ પ્રક્રિયા

  વાવાઝોડાની કેવી રહી અસર?

  રિપોર્ટ અનુસાર, મુંબઈ દરિયાકાંઠા પર પોતાના ચરમ પર પહોંચ્યા બાદ વાવાઝોડું 120 નોટ્સની ઝડપે ચાલી રહ્યું હતું. આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ વધ્યું અને શહેરમાં પવનની ઝડપ વધુ ગઈ. વાવાઝોડાની ભયાનકતા એટલી હતી કે નાગરિકોએ શહેરભરના વીડિયો શૅર કર્યા, જેમાં તૂટેલા વૃક્ષો, વીજળી પડતી જોવા મળી. બીએમસીના કોલાબામાં અફઘાન ચર્ચ સ્થિત હવામાન સ્ટેશન મુજબ, બપોરે લગભગ 2 વાગ્યે શહેરમાં પવનની ઝડપ 114 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

  આ પણ વાંચો, Badrinath Dham: વૈદિક પરંપરા સાથે બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા ભગવાન બદ્રી વિશાળના કપાટ


  રિપોર્ટમાં જણાવાયું છે કે વાવાઝોડાની અસર એ રહી કે દીવાલ પડવાની અલગ-અલગ 26 ઘટનાઓ નોંધાઈ જેમાં 8 લોકો ઘાયલ થયા. બીજી તરફ, શોર્ટ સર્કિટના 17 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 479 વૃક્ષો ધરાશાયી થયા. બોરીવલી પૂર્વમાં એક ઘરની દીવાલ પડી ગઈ જેમાં પરિવારના ચાર સભ્યોને ઈજા થઈ. જ્યારે અંધેરીમાં મહિલાની ઉપર દીવાલના ટુકડા પડ્યા. બીએમસી તરફથી મળેલી જાણકારી મુજબ, મહિલાની હાલત સ્થિર છે અને તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published: