મુંબઈ. અરબ સાગર (Arabian Sea)માં ટાઉતે વાવાઝોડાનો શિકાર બનેલા બાર્જ પી-305 (Barge P305) પર સવાર 50 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન બાર્જ પર સવાર એક મુખ્ય એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કેપ્ટન પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે જો કેપ્ટન વાવાઝોડાની ચેતવણીને ગંભીરતાથી લેતા અને ત્યાં ઉપલબ્ધ લાઇફ રાફ્ટર પંચર ન હોત તો બાર્જ પર સવાર તમામ લોકોના જીવ બચી શકતા હતા. અહેવાલ છે કે વાવાઝોડાના સમયે બાર્જ પર 261 લોકો સવાર હતા.
‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં રેસ્ક્યૂ કરવામાં આવેલા ચીફ એન્જિનિયર રહમાન શેખે જણાવ્યું કે, અમને એક સપ્તાહ પહેલા વાવાઝોડાની ચેતવણી મળી ગઈ હતી. ત્યાં હાજર અનેક વેસલ્સ સ્થળ છોડીને જતા રહ્યા હતા. મેં કેપ્ટન બલવિંદર સિંહને કહ્યું કે આપણે પણ હાર્બર માટે રવાના થવું જોઈએ. પરંતુ તેઓએ મને કહ્યું કે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઉપર જવાનું અનુમાન નથી અને વાવાઝોડું એક કે બે કલાકમાં મુંબઈથી પસાર થઈ જશે.
રહમાને કહ્યું કે, પરંતુ હકીકતમાં પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી. અમારા પાંચ એન્કર તૂટી ગયા. તે વાવાઝોડાની મારને સહન ન કરી શક્યા. શેખે કહ્યું કે કેપ્ટન અને કંપની તરફથી ખોટું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે બાર્જને સામાન્ય રીતે ટગ બોટના માધ્યમથી ઉઠાવવામાં આવે છે શેખે જણાવ્યું કે તેમણે આ સંબંધમાં ઇમરજન્સી અલર્ટ મોકલ્યું હતું, પરંતુ માસ્ટર ન આવ્યા. તેઓએ કહ્યું કે તેઓ આસપાસમાં નૌસેનાના જહાજ જોઈ શકતા હતા. પરંતુ તે લોકો અમને જુએ તે પહેલા બાર્જ ઓઇલ રિગ સાથે ટકરાઈ ગયું.
રહમાન શેખે વધુમાં કહ્યું કે, બાર્જમાં એક મોટું કાણું પડી ગયું અને પાણી અંદર આવવા લાગ્યું. અમે લાઇફ રાફ્ટસની મદદ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી બે જ લૉન્ચ કરી શકાયા અને 14 પંચર હતા. જોકે પવનની ગતિ ખૂબ વધારે હતી અને લહેરો ઘણી ઊંચી હતી. એવામાં કોઈની પણ સ્ટારબોર્ડ તરફ જવાની હિંમત ન થઈ, જ્યાં વધુ 16 લાઇફ રાફ્ટ્સ હતી.
" isDesktop="true" id="1098008" >
શેખે જણાવ્યું કે, લાઇફ જેકેટ પહેરેલા લોકોને ફ્લોટિંગ રિંગ્સ પકડીને સમૂહમાં પાણીમાં કૂદવા માટે કહેવામાં આવ્યું જેથી બચાવ ટીમની તેમની પર નજર પડી શકે. અહેવાલ છે કે બાર્જ સોમવાર સવારે 5 વાગ્યે ડૂબી ગયું હતું. પાણીમાં લાંબા સમય સુધી રહેવા અને પેનિકના કારણે મોટાભાગના લોકો માર્યા ગયા. તેઓએ પોતાના જીવ બચાવવા પર અલ્લાહનો આભાર માન્યો. શેખની અપોલો હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર