નવી દિલ્હી : ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ (Tata Projects Ltd)નવી સંસદ ભવનની (New Parliament Building)ઇમારતનું નિર્માણ કરશે. અધિકારીઓએ જાણકારી આપી છે કે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનની ઇમારતના નિર્માણ માટે લગાવેલી બોલી જીતી લીધી છે.
કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે (Central Public Works Department)બુધવારે નવા ભવનના નિર્માણ માટે બોલી ખોલી હતી. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે લાર્સન એન્ડ ટૂબ્રો લિમિટેડે (Larsen & Toubro Limited)865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
નવું સંસદ ભવન નવી દિલ્હીમાં કેન્દ્રીય વિસ્ટાને પુર્નવિકાસ કરવાના નરેન્દ્ર મોદી સરકારના યોજનાના ભાગ તરીકે બનાવવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે મોનસૂન સત્રના (Monsoon Session)સમાપ્ત થયા પછી નવી ઇમારત પર કામ શરૂ થવાની સંભાવના છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર