Cyber Attack On Tata Power: ભારતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર હુમલા સતત વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં વર્ષ 2022માં જૂન મહિના સુધી 6.74 લાખ સાયબર એટેકના કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાં નાના-મોટા તમામ સાયબર હુમલા સામેલ છે.
ટેકનોલોજીના યુગમાં હેકર્સથી વધારે સાવધાન રહેવુ પડે છે. આજના જમાનામાં દુશ્મન દેશો પર હુમલો કરવા માટે કેટલાક દેશ સાયબર એટેક કરતા હોય છે. ત્યારે ટાટા કંપનીના IT સેક્ટર પર સાઈબર અટેક થયો હોવાનું સામે આવ્યું છે. ટાટા પાવર (Tata Power) એ શુક્રવારે જણાવ્યું હતું કે, સાઈબર હુમલાને કારણે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનું ક્ષેત્ર પ્રભાવિત થયું છે અને તેની પ્રણાલી પર પણ અસર થઈ છે. ટાટા પાવર કંપની લિમિટેડે શેરબજારને જાણકારી આપી હતી કે, કંપનીના IT ક્ષેત્ર પર સાઈબર હુમલો કરવામાં આવ્યો છે.
ટાટા પાવરે જણાવ્યું કે, કંપનીની પ્રણાલીઓને સુગમ બનાવવા અને શરૂ કરવા માટે પગલું ઉઠાવવામાં આવ્યું છે. કંપનીએ આપેલ નિવેદન અનુસાર કંપની ઓપરેશનલ સંબંધિત મહત્વપૂર્ણ પ્રણાલી પર કામ કરી રહી છે. સાવધાનીના ભાગરૂપે કર્મચારી અને ગ્રાહક સાથે જોડાયેલ પોર્ટલ અને ટચ પોઈન્ટ માટે સતર્કતા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: TATA TIAGOEV: 24 કલાકમાં જ સુપરહિટ થઈ ગઈ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, મળ્યું અધધ બુકિંગટાટા
ટાટા પાવરનું નિવેદન
ટાટા પાવર કંપની લિમિટેડે જણાવ્યું કે, કંપની આ મામલે અપડેટ કરશે. સાઈબર હુમલાને કારણે IT સિસ્ટમ પર અસર થઈ છે. મહારાષ્ટ્ર પોલીસના સાઈબર વિંગના એક વરિષ્ઠ અધિકારીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ટાટા પાવર તથા અન્ય વીજળી કંપનીઓ પર જોખમ વિશે જાણકારી મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ સંબંધિત કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને ફાયરવોલનું ઓડિટ તથા તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ સાઈબર હુમલાઓ કરવામાં આવ્યો હતો
અગાઉ કેન્દ્રીય ઊર્જામંત્રી આર.કે.સિંહે આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યુત સંશોધન બિલ હેઠળ નિયમિત નિરીક્ષણ અને યોગ્ય સમયે કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ભારતનું પાવર નેટવર્ક ટૂંક સમયમાં ભવિષ્ય માટે સજ્જ થઈ જશે અને સાઈબર હુમલાનું જોખમ નહીં રહે. આ વર્ષની શરૂઆતમાં આર.કે. સિંહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પાવર ગ્રિડ પર સાઈબર હુમલાઓ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થયેલ હુમલાની તપાસ કરવામાં આવી રહી હતી, જેમાં સફળતા મળી નથી. તેમ છતાં અમે જાગૃત છીએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cyber attack, TATA, Tata Power