એર ઈન્ડિયાને ટાટાએ ટેક ઓવર કર્યા બાદ હવે વિસ્તારા એરલાઇન્સનું મર્જર કરવાની જાહેરાત કરી છે જેના કારણે એરલાઇન્સ હવે સૌથી મોટી એરલાઇન્સમાંથી એક બની જશે. એટલું જ નહીં એરલાઇન્સની ટ્રાવેલ એક્સપિરિયન્સ, ક્વોલિટી, નિયમો વગેરેમાં ધડમૂળથી ફેરફારો કરવામાં આવશે. અગાઉ કેટલાક નિયમોની જાહેરાત ઓલરેડી કરવામાં આવી ચૂકી છે અને હવે આ જાહેરાત બાદ એવિયેશનની દુનિયામાં એક નવો અને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
Tata Group announces the consolidation of its airlines, Vistara and Air India by March 2024. pic.twitter.com/40QW2pBFzQ
અગાઉ એર ઈન્ડિયા કંપનીના કર્મચારીઓને VRS આપવામાં પણ આવી રહ્યું હતું તેનું કારણ એ હતું કે હવે નવો યંગ અને ડાયનેમિક સ્ટાફ રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની ઓફર થયા બાદ ટાટા ગ્રૂપે રૂ. 18,000 કરોડની બિડ કરીને એર ઈન્ડિયાને હસ્તગત કર્યું હતું. જેના મહિનાઓ પછી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા આવી હતી. બિડિંગ પ્રક્રિયા ગયા વર્ષે કરવામાં આવી હતી અને જીતને પગલે, ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં ચાર્જ લેવા માટે પૂરજોશમાં આવી ગયું હતું.
એર ઈન્ડિયાને સંપૂર્ણ રીતે ટેકઓવર કરવા માટે તારીખો નક્કી કરવાથી લઈને અધિકારીઓની નિમણૂક કરવા સુધી ટાટા ગ્રૂપે અનેક તૈયારીઓ કરી છે. એર ઈન્ડિયાને સુધારવા માટે કંપની બધું જ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, એરઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી ઉડ્ડયન વ્યવસાયને ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી. ત્યાર પછી એક વિશ્વાસનીય કંપની ટાટા દ્વારા ટેક ઓવર બાદ ઘણી આશા રાખવામા આવી રહી છે.
ટાટા ગ્રૂપ, તેના સંગઠનાત્મક ફેરફારો ઉપરાંત, ફ્લાયર્સના અનુભવને વધારવા માટે પણ વિચાર કરી રહ્યું છે. જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ મુંબઈથી ઓપરેટ થનારી ચાર ફ્લાઈટ્સ પર "એન્હાન્સ્ડ મીલ સર્વિસ" પણ રજૂ કરે તેવી શક્યતા છે. આ સેવા ગુરુવારથી AI864 (મુંબઈ-દિલ્હી), AI687 (મુંબઈ-દિલ્હી), સહિત ચાર ફ્લાઈટ્સ પર પૂરી પાડવામાં આવશે. AI945 (મુંબઈ-અબુ ધાબી) અને AI639 (મુંબઈ-બેંગલુરુ) વચ્ચેની ફ્લાઈટ્સમાં પૂરી પાડવામાં આવશે.
એર ઈન્ડિયાએ એક ઈમેલમાં જણાવ્યું હતું કે, કર્મચારીઓએ નિયમોનું પાલન કરીને સ્માર્ટ રીતે પોશાક પહેરવો જોઈએ. ગ્રુમિંગ એસોસિએટ્સ આ બાબતો માટે ક્રૂનું નિરીક્ષણ કરશે. સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.
એર ઈન્ડિયાની ઓન ટાઈમ કામગીરી બહેતર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે, જ્યારે ઈન-ફ્લાઇટ જાહેરાતમાં પણ ફેરફાર કરવામાં આવશે. ફ્લાઈટ્સ પર ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા (Ratan Tata) નો વિશેષ રેકોર્ડેડ સંદેશો આવવાની પણ શક્યતા છે.
ફ્લાઇટ અટેન્ડન્ટ સહિત સ્ટાફ માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોના કારણે આગામી સમયમાં સર્વિસ સહિત ઘણી બધી ચીજો ટોપ ક્વોલિટીની જોવા મળે એવી આશા મુસાફરો રાખી રહ્યા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર