લેખિકા તસલીમા નસરીનની ટ્વિટથી વિવાદ સર્જાયો છે. (File Photo)
Taslima Nasreen surrogacy controversy: તસલીમા નસરીન (Taslima Nasreen)એ કહ્યું કે, ‘એ માતાઓને કેવો અનુભવ થાય છે જ્યારે તે સરોગસીના માધ્યમથી પોતાના રેડીમેડ બાળકો પ્રાપ્ત કરે છે? શું તેમનામાં પણ બાળકો માટે એવી જ ભાવના હોય છે જેવી બાળકોને જન્મ દેનારી માતામાં જોવા મળે છે?’
Taslima Nasreen surrogacy controversy: ચર્ચિત લેખિકા તસલીમા નસરીન (Taslima Nasreen)એ સરોગસી દ્વારા માતા બનનારી મહિલાઓ વિશે ટિપ્પણી કરી છે. તેનાથી ભારે વિવાદ સર્જાયો છે. ટ્વિટર (Twitter) ઉપર પોતાનો મત જાહેર કરતા લેખિકાએ પછ્યું કે, શું સરોગસી દ્વારા રેડીમેડ બાળકો મેળવનારી માતામાં બાળકોને જન્મ આપનારી મા જેવી લાગણી હોય છે?
તસલીમા નસરીનનો આ મત બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra surrogacy) અને તેના પતિ નિક જોનાસના સરોગસીથી માતા-પિતા બન્યા બાદ આવ્યો છે. જોકે, તેમણે પોતાની ટ્વિટમાં પ્રિયંકા ચોપરાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો.
તસલીમા નસરીને ટ્વિટ કરી, એ માતાઓને કેવો અનુભવ થાય છે જ્યારે તે સરોગસીના માધ્યમથી પોતાના રેડીમેડ બાળકો પ્રાપ્ત કરે છે? શું તેમનામાં પણ બાળકો માટે એવી જ ભાવના હોય છે જેવી બાળકોને જન્મ દેનારી માતામાં જોવા મળે છે?
તસલીમા નસરીને આગળ કહ્યું, ‘સરોગસી ગરીબ મહિલાઓના કારણે શક્ય છે. અમીર લોકો હંમેશા પોતાના સ્વાર્થ માટે સમાજમાં ગરીબી કાયમ રાખવા માંગે છે. જો તમને બાળકની અત્યંત જરૂરિયાત છે, તો અનાથ બાળકોને દત્તક લો. બાળકોને તમારા ગુણ વારસામાં મળવા જોઈએ.’
આ વિષય ઉપર તસલીમા નસરીનના વિચારોએ ટ્વિટર ઉપર ચર્ચા ચાલુ કરી દીધી છે. અમુક યૂઝર્સે તેમના મત સાથે સહમતી દર્શાવી, તો કેટલાકે તેમને અસંવેદનશીલ કહ્યા અને એ વાત પર ભાર મૂક્યો કે દત્તક લેવા કે સરોગસીનો વિકલ્પ પસંદ કરવો તે નિર્ણય કપલ કે એક વ્યક્તિનો અંગત નિર્ણય હોય છે.
It was insensitive to use term readymade..if u r a woman, u wont
અમુક ટ્વિટર યૂઝર્સે એ તથ્ય તરફ પણ ઇશારો કર્યો કે સરોગસીનો વિકલ્પ હંમેશા મેડિકલ સંબંધી મુશ્કેલીઓના કારણે પસંદ કરવામાં આવે છે.
Seriously???? Woah.. have a some respect to them. It's their decision snd their baby. Ofcourse the baby will have the same amount of unconditional love and support just like any other baby. We don't know what was the reason and it's none of our business.
જ્યારે કોઈ કપલ બાળક પેદા કરવા માટે અન્ય કોઈ મહિલાની કૂખ ભાડે લે છે, આ પ્રક્રિયાને સરોગસી કહેવામાં આવે છે. આ પ્રક્રિયામા એક મહિલાના એગ્સને પુરુષના સ્પર્મ સાથે એક ભ્રૂણ બનાવવા માટે મેડિકલ પ્રોસેસના માધ્યમથી ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. તેના પછી ભ્રૂણને સરોગેટ માના ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે જે બાળકને જન્મ આપે છે.
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસે સરોગસીની મદદથી પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગ્લોબલ સેલિબ્રિટી કપલના ઘરે 12 સપ્તાહ પહેલા નવજાતનું આગમન થયું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર