Home /News /national-international /જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના, UPનાં બે શ્રમિકોની હત્યા, આતંકીની ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના, UPનાં બે શ્રમિકોની હત્યા, આતંકીની ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન (ફાઈલ ફોટો)
Target Killing In Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. વધુ એક ઘટનામાં ઉત્તરપ્રદેશના બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. વળતાં જવાબમાં ખૂંખાર આતંકી ઈમરાન બશીરની ધરપકડ પણ કરાઈ છે.
Target Killing in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે થયેલા એક આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે. અગાઉ પણ આ પ્ર્કારની ઘણી બધી ઘટનાઓ બની છે જેમાં બિહાર કે દેશના અન્ય કોઈ પ્રાંતમાઠી આવતા લોકો પર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ હુમલાઓ કરવામાં આવ્યા હોય. આજે ફરી આ પ્ર્કરની ઘટના બનતા ફફડાટનો માહોલ છે.
Terrorists lobbed hand grenade in Harmen, Shopian in which two labourers namely Monish Kumar & Ram Sagar, both residents of Kannauj, UP got injured. They were shifted to the hospital where they succumbed. Area cordoned off: Jammu and Kashmir Police
બંને મૃતક શ્રમિક મુશીર કુમાર અને રામ સાગર કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી છે અને લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે.
Two labourers from UP killed in grenade attack in J&K's Shopian district, 'hybrid terrorist' of Lashkar-e-Taiba arrested: Police
આતંકીઓએ શોપિયામાં હરમન વિસ્તારમાં બંને મજૂરો પર ગ્રેનેડ ફેંક્યા હતા જેના કારણે બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. ઉતાવળમાં સ્થાનિક લોકોએ બંનેને હોસ્પીટલમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. એડીજીપી કશ્મીર જોન વિજય કુમારે મીડિયાની વાત કરતાં કહ્યું હતું કે પ્ર્તિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાઇબ્રીડ આતંકી ઇમરાન બશીર ગની, હરમન હતા જેમણે મજૂરો પર ગ્રેનેડ ફેંક્યા હતા. આતંકીઓને શોપિયા પોલીસે પકડ્યા હતા. અને વધારે તપાસ ચાલી રહી છે.
ત્રણ દિવસ પહેલા પણ થઈ હતી કાશ્મીરી પંડિતની હત્યા
ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી છે. જો કે તમને જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી. આ અગાઉ પણ બિહારના શ્રમિકોને ટાર્ગેટ બનાવવાની ઘણી ઘટનાઑ બની ચૂકી છે.
એડીજીપી કાશ્મીર ઝોન વિજય કુમારે જણાવ્યું કે, શોપિયાં વિસ્તારના હરમનમાં LeTના આતંકવાદી ઇમરાન બશીર ગનીએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં બે શ્રમિકોના મોત થયા છે. પોલીસે ઈમરાન બશીરની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં તપાસ અને દરોડા ચાલુ છે.