Home /News /national-international /BIG NEWS: તાંજાનિયામાં પેસેન્જર વિમાન ક્રેશ, દુર્ઘટનામાં જાનહાની થયાની આશંકા

BIG NEWS: તાંજાનિયામાં પેસેન્જર વિમાન ક્રેશ, દુર્ઘટનામાં જાનહાની થયાની આશંકા

તાંઝાનિયામાં પ્લેન ક્રેશ

PLANE CRASH IN TANZANIA: આફ્રીકી દેશ તંજાનીયામાં એક પેસેંજર વિમાન તળાવમાં ક્રેશ થઈ ગયું છે. પ્લેનમાં 49 લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેમથી 23 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

    આફ્રીકી દેશ તંજાનીયામાં એક પેસેંજર વિમાન તળાવમાં ક્રેશ થઈ ગયું છે. યાત્રીઓને જાનહાનિ થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. CNN ના અહેવાલ અનુસાર આ ઘટના બાદ હવે રાહત અને બચાવ કરી શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

    પ્રિસીજન કંપનીનું વિમાન 

    આ વિમાન એક પેસેંજર વિમાન હતું કે પ્રિસીજન કંપનીનું હતું અને કંપનીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ એક કમર્શિયલ ફ્લાઇટ હતી. આ ફ્લાઇટ લેક વિકટોરિયામાં ક્રેશ થઈ ગઈ હતી.



    લેક વિકટોરિયામાં ક્રેશ 

    પ્રિસીજનના એર પ્રવકતાએ જણાવ્યુ હતું કે પ્લેન બૂકોબા એરપોર્ટ સાથે આફ્રિકના સૌથી મોટા તળાવમાં ક્રેશ થઈ ગયું હતું. આ લેકનું નામ વિકટોરિયા લેક છે.

    23 લોકોને બચાવી લેવાયા

    ઉલ્લેખનીય છે કે પ્રિસીજન તંજાનિયન એરલાઇન કંપનીનું નામ છે. પ્લેનમાં 49 લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેમથી 23 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: બાથરૂમમાં મળ્યો પ્રખ્યાત ગાયકનો મૃતદેહ, ઘરેલુ હિંસા અને ડ્રગ્સ જેવા કેસમાં જોડાયું હતું નામ

    સ્થાનિક પોલીસે જણાવ્યુ હતું કે યાત્રી વિમાન ખરાબ હવામાનના કારણે રવિવારે વિકટોરિયા તળાવમાં તૂટી પડ્યું હતું. પ્લેન ઉત્તર પશ્ચિમી શહેર બૂકોવામાં લેન્ડ કરવાનું હતું. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ સાથે જ રેસક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.



    રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ટિમ તાંજાનીયામાં ચાલી રહેલ રેસ્ક્યુ ઓપરેશન વિશે ટ્વિટ કરતા BNO ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયોમાં પ્લેન તરતુ દેખાઈ રહ્યું છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Flights, Gujarati news, PLANE CRASH

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन