તનુશ્રીએ રાજ ઠાકરે પર લગાવ્યો આરોપ, કહ્યું- MNSએ આપી હતી હુમલાની ધમકી

News18 Gujarati
Updated: October 2, 2018, 10:51 PM IST
તનુશ્રીએ રાજ ઠાકરે પર લગાવ્યો આરોપ, કહ્યું- MNSએ આપી હતી હુમલાની ધમકી
તનુશ્રીએ કહ્યું કે, રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં મને હિંસક હુમલાની ધમકી આપી છે.

તનુશ્રીએ કહ્યું કે, રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં મને હિંસક હુમલાની ધમકી આપી છે.

  • Share this:
અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ તનુશ્રીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) પ્રમુખ રાજ ઠાકરને કેટલાક આરોપો લગાવ્યા છે.

અહીં વાંચો....નાના પાટેકર વિરુદ્ધ બોલવા બદલ આવા થયા હતા તનુશ્રીનાં હાલ, જુઓ VIDEO

તનુશ્રીએ કહ્યું કે, રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં મને હિંસક હુમલાની ધમકી આપી છે. આ બધાની વચ્ચે મેં મુંબઈ પોલીસને સુરક્ષા આપવા કહ્યું છે. તેમણે મને 24 કલાક પોલીસ સુરક્ષા આપવાનો વાયદો કર્યો છે અને મારા ઘરની આસપાસ હથિયારધઘારી પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. મારી સુરક્ષા માટે આગળ આવવા માટે હું મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કરું છું.

તનુશ્રીએ આરોપ લગાવ્યો હતો કે, 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના એક ગીતના શૂટિંગ વખતે નાના પાટેકરે મારી સાથે ગેરવર્તણુંક કરી હતી.
First published: October 2, 2018, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading