Home /News /national-international /તાંત્રિક, ફેવિક્વિક, બદનામી અને અવૈધ સંબંધો…જંગલમાં ડબલ મર્ડરની આ કહાણી તમને ચોંકાવી દેશે

તાંત્રિક, ફેવિક્વિક, બદનામી અને અવૈધ સંબંધો…જંગલમાં ડબલ મર્ડરની આ કહાણી તમને ચોંકાવી દેશે

ફેવિક્વિક દ્વારા ડબલ મર્ડરની ચોંકાવનારી કહાણી

રાજસ્થાનના ઉદયપુરના કેલાબાવાડીના જંગલોમાંથી 18 નવેમ્બરના રોજ એક યુવક અને યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાઈ ગયો હતો, જ્યારે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ મળી આવ્યા હતા. બદલો લેવા માટે તાંત્રિકે ઘડ્યું એવું ભયાનક કાવતરું કે, સાંભળીને તમે પણ રહી જશો દંગ...

વધુ જુઓ ...
  ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરના કેલાબાવાડીના જંગલોમાંથી 18 નવેમ્બરના રોજ એક યુવક અને યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાઈ ગયો હતો, જ્યારે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ મળી આવ્યા હતા.

  પોલીસને શંકા છે કે, 30 વર્ષીય શિક્ષક રાહુલ મીના અને તેની 28 વર્ષની ગર્લફ્રેન્ડ સોનુ કુંવરની હત્યામાં બંનેની જ્ઞાતિ, આપતિજનક સ્થિતિ અને હત્યાની પદ્ધતિ જોઈને એવું લાગી રહ્યું છે કે, ઓનર કિલિંગનો મામલો હોય શકે છે. જોકે, આ સ્ટોરીમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે.

  મંદિરમાં મળ્યા પછી મિત્રતા થઈ

  સોનુ અને રાહુલના સંબંધીઓ ભાડવી ગુડા સ્થિત ઇચ્છાપૂર્ણ શેષનાગ ભાવજી મંદિરે આવતા-જતા હતા. અહીં જ રાહુલ અને સોનુ એકબીજાને ઓળખ્યા હતા. બંને પહેલેથી જ પરિણીત હતા. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને વચ્ચે અફેર શરૂ થયું. આ સંબંધના કારણે રાહુલ તેની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

  આ પણ વાંચો:  રોમન કાળથી ચાલી રહ્યું છે ઓનર કિલિંગ, 'મર્યાદા'ના નામે કરવામાં આવી રહી છે હત્યા!

  તેની પત્નીને આ વિશે કંઈ ખબર ન હતી, તેથી તેણે તાંત્રિક ભાલેશની મદદ લીધી, જેણે તેને રાહુલના ગેરકાયદેસર સંબંધો વિશે બધું કહ્યું હતું. આ પછી, તાંત્રિકે પોતે જ સોનુ સાથે નિકટતા વધારી હતી. તાંત્રિક ભાલેશ કુમાર છેલ્લા 7-8 વર્ષથી અહીં રહેતો હતો અને તાવીજ બનાવી લોકોને આપતો હતો. તેણે ઘણી ઓળખ અને પ્રતિષ્ઠા મેળવી હતી.

  રાહુલ અને સોનુએ બદનામ કરવાની ધમકી આપી

  રાહુલને ખબર પડી કે, તાંત્રિકે તેની પત્નીને સોનુ સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું છે. તે જ સમયે, તે સોનુ સાથે તેની નિકટતા વધારી રહ્યો છે, તેથી બંનેએ તાંત્રિકને બદનામ કરવાની ધમકી આપી હતી. એક જ ઝાટકે પોતાનું નામ અને પ્રતિષ્ઠા બગડી જવાના ડરથી તાંત્રિક ગભરાઈ ગયો. તેણે બંનેનો બદલો લેવા માટે ખતરનાક પ્લાન ઘડ્યો હતો.

  યુક્તિના બહાને fevikwik મૂકી

  તાંત્રિક ભાલેશે બજારમાંથી 50 જેટલી ફેવીક્વિક્સ ખરીદીને બોટલમાં ભરી હતી. આ પછી 15 નવેમ્બરની સાંજે રાહુલ અને સોનુને યુક્તિના બહાને સુખડિયા સર્કલ પાસે બોલાવ્યા હતા. પછી તેને ગોગુંડા વિસ્તારના એકાંત જંગલમાં લઈ ગયો હતો. અહીં બંનેને તેની સામે સંબંધ બાંધવાનું કહેવામાં આવ્યું હતું.

  તે જ સમયે, તેના પર ફેવીક્વિકની બોટલ રેડવામાં આવી હતી. આ દરમિયાન બંનેને મારી નાખવાનો હેતુ હતો, જેથી જ્યારે લોકો દ્વારા તેમના મૃતદેહ મળી આવે ત્યારે તેઓ વાંધાજનક સ્થિતિમાં હોય અને તેઓ આ મામલામાં સરળતાથી બચી શકે. ફેવીક્વિક લગાવ્યા પછી થોડી જ સેકન્ડોમાં યુવક-યુવતીઓ એકબીજાને ખરાબ રીતે વળગી પડ્યા હતા. અલગ થવાના પ્રયાસમાં બંનેની ત્વચા ખરવા લાગી હતી.

  પ્રાઈવેટ પાર્ટ પર ચાકુ વડે હુમલો

  ત્યારબાદ ભાલેશે છરી અને પથ્થરો વડે હુમલો કરી બંનેને ઇજા પહોંચાડી હતી. યુવકનો પ્રાઈવેટ પાર્ટ છરી વડે કાપીને અલગ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન, યુવતીના પ્રાઈવેટ પાર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ, ભલેશ ત્યાંથી ભાગી ગયો હતો.

  આ પણ વાંચો: આફતાબે કોર્ટમાં શ્રદ્ધાની હત્યાની વાત કબૂલ કરી નહોતીઃ આરોપીના વકીલ

  50 CCTV અને 200 લોકોની પૂછપરછ કરાઈ

  ઉદયપુરના પોલીસ અધિક્ષક (SP) વિકાસ કુમારે જણાવ્યું કે, પોલીસે મામલાને ગંભીરતાથી લીધો છે. વિસ્તારના 50 જેટલા સ્થળોના સીસીટીવી ફૂટેજ નજીકથી નિહાળ્યા હતા. આ સાથે લગભગ 200 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

  તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે 55 વર્ષીય તાંત્રિક ભાલેશ કુમાર શંકાસ્પદ જણાતા હતા. કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવતા તેણે હત્યાના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે 72 કલાકમાં કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં તાંત્રિકની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. તેણે ફોન પર યુવતી સાથે વાત કરી હોવાના પુરાવા મળ્યા હોવાથી તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલાની તપાસ પ્રેમ ત્રિકોણના મામલામાં પણ કરી રહી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Double murder, Murder case, Rajasthan news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन