મુંબઈ: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) સહિત અન્ય મોટા અભિનેતાઓને લઈને બનાવવામાં આવેલી વેબ સીરિઝ 'તાંડવ' (Tandav)ને લઈને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અન્ય રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો દેવી-દેવતાઓના અપમાન કરતા દ્રશ્યોનો વિરોધ કરી રહ્યા છે. હવે કરણી સેના (Karni Sena) વિવાદમાં કૂદી છે.
મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહ સેંગર (Maharashtra Karni Sena chief Ajay Sengar)નો એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે. સાથે જ ચેતવણી આપતા પણ નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'તાંડવ વેબ સીરિઝમાં કલાકારો અને દિગ્દર્શકે દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આ અપમાન કરનારની કોઈ જીભ કાપીને લાવશે તો મહારાષ્ટ્ર કરણી સેના ઈનામ સ્વરૂપે એક કરોડ રૂપિયા આપશે.'
આ પણ વાંચો: તમને કેવી રીતે મળશે ડિજિટલ વોટર કાર્ડ, 18 સવાલમાં જાણો સંપૂર્ણ વિગત
જેમાં તેમણે એવું પણ કહ્યું કે, બીજા ધર્મનું અપમાન કરવાના આરોપમાં કમલેશ તિવારીનું ઘરમાં ઘૂસીને ગળું કાપવામાં આવ્યું હતું. સેંગરે કહ્યુ કે, તાંડવના નિર્માતા અને દિગ્દર્શકે માફી જરૂર માંગી છે પરંતુ તેમણે કમલેશ તિવારીને માફ નથી કર્યાં તો અમે તેમને શા માટે તેમને માફ કરીએ.
નોંધનીય છે કે તાંડવ વિવાદમાં ઉત્તર પ્રદેશમાં કેસ દાખલ થયો છે. મામલામાં દાખલ થયેલી એફઆઈઆર પછી તપાસ કરવા માટે મુંબઈ પહોંચેલી લખઉન પોલીસની ટીમે 23 જાન્યુઆરીના રોજ આ સાથે જોડાયેલા ત્રણ લોકોનું લેખિતમાં નિવેદન લીધું હતું. શુક્રવારે જે ત્રણ લોકોનું નિવેદન લખનઉ પોલીસની ટીમે લીધું છે તેમાં, વેબ સીરિઝના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર (Ali Abbas Zafar), રાઇટર ગૌરવ સોલંકી (Gaurav Solanki) અને નિર્માતા હિમાંશુ મહેરા (Himanshu Mehra)નું નામ શામેલ છે.
આ પણ વાંચો: જ્યારે ATMમાંથી નીકળવા લાગ્યાં પાંચ ગણા રૂપિયા, થોડીવારમાં જ લોકો 15 લાખ ઉપાડી ગયા!
અમેઝોન પ્રાઇમના હેડ અપર્ણા પુરોહિત દિલ્હીમાં હોવાથી તેમનું નિવેદન આપી શક્યા નથી. અન્ય રાજ્યોમાં પણ તાંડવને લઈને વિરોધ થઈ રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:January 25, 2021, 13:58 pm