Home /News /national-international /મુંબઇ: એલફિંસ્ટન રેલવે બ્રિજ પર ભાગદોડ, 22નાં મોત, રેલમંત્રાલયે આપ્યા તપાસનાં આદેશ

મુંબઇ: એલફિંસ્ટન રેલવે બ્રિજ પર ભાગદોડ, 22નાં મોત, રેલમંત્રાલયે આપ્યા તપાસનાં આદેશ

મુંબઇનાં પરેલ એટલે કે એલફિંસ્ટન રેલવે બ્રિજ પર ભાગદોડ મચી જતા 15 લોકોનાં મોત થયા છે. અને 30 લોકો ઘાયલ

મુંબઇનાં પરેલ એટલે કે એલફિંસ્ટન રેલવે બ્રિજ પર ભાગદોડ મચી જતા 15 લોકોનાં મોત થયા છે. અને 30 લોકો ઘાયલ

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ  દુર્ઘટના અંગે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું.  મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી.

રેલવે PRO અનિલ સક્સેના કહેવું,
અફવાને કરાણે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.  વરસાદને કારણે બ્રિજની રેલિંગ સડી ગઇ હતી અને લોકોનો ધસારો વધતા દુર્ઘટના ઘટી.

22093304_10213306369030445_560061812_n

કેમ્સ હોસ્પિટલમાં લોહીની અછત સર્જાઇ
A નેગેટિવ  B નેગેટિવ અને  AB નેગેટિવ લોહીની ઉભી થઇ માંગણી

મુંબઇનાં પરેલ એટલે કે એલફિંસ્ટન રેલવે બ્રિજ પર ભાગદોડ મચી જતા 22 લોકોનાં મોત થયા છે. અને 40 લોકો ઘાયલ છે. ભારે વરસાદને કારણે શોર્ટ સર્કિટ અને  બ્રીજ તુટવાની અફવાને કારણે ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટના બાદ ઇજાગ્રસ્તોને KEM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. સવારે 10.40 વાગ્યે બની હતી આ ઘટના.

આ ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. કેટલાંક લોકો રેલિંગ પર ચઢી ગયા હતા તો કેટલાંક લોકો બ્રિજનાં બીજા કિનારા પર લટકી ગયા હતા. મોટે ભાગે એલફિંસ્ટન રેલવે સ્ટેશન પર ભારે ભીડ હોય છે. બ્રિજ પર દર મીનિટે 200 થી 250 લોકો પસાર થયા છે. બ્રિજ અંગે પહેલાં પણ ચેતવણી આપવામાં આવી હતી અહીં ક્યારેય પણ કોઇ મોટી દુર્ઘટના ઘટી શકે છે. પણ પ્રસાશન તરફથી કોઇ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

1

રેલવેનાં તમામ મોટા અધિકારીઓ હાલમાં ઘટના સ્થળે છે. જખમી લોકોને કેમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ દૂર્ધટનામાં મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. બ્રિજની નજીકમાં ઘણી મોટી-મોટી કંપનીઓની ઓફિસો આવેલી છે. સાથેજ ત્યાં દુર્ગાપૂજાનાં પંડાલ પણ લાગેલા છે. નવરાત્રીને કારણે અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ હતી.
First published:

Tags: અકસ્માત, અફવા, ઇજાગ્રસ્ત, ઘાયલ, મુંબઇ, મોત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन