Home /News /national-international /એક ફુલ દો માલી! બે છોકરાને એક જ છોકરી સાથે થયો પ્રેમ, રસ્તા વચ્ચે છુટ્ટા હાથની થઈ મારામારી
એક ફુલ દો માલી! બે છોકરાને એક જ છોકરી સાથે થયો પ્રેમ, રસ્તા વચ્ચે છુટ્ટા હાથની થઈ મારામારી
પ્રાઈવેટ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ
તમિલનાડૂના કુડ્ડાલોરમાં પ્રાઈવેટ કોલેજના વિદ્યાર્થીઓ લવ અફેયરને લઈને અંદરોઅંદર ઝઘડવા લાગ્યા હતા. આ દરમિયાન તેમને એકબીજા પર છૂટાહાથની મારામારી કરી ગડદાપાટૂ માર્યા હતા.
વાયરલ; તમિલનાડૂના કુડ્ડાલોરમાં પ્રાઈવેટ કોલેજના વિદ્યાર્થીઓ લવ અફેયરને લઈને અંદરોઅંદર ઝઘડવા લાગ્યા હતા. આ દરમિયાન તેમને એકબીજા પર છૂટાહાથની મારામારી કરી ગડદાપાટૂ માર્યા હતા. આ વિદ્યાર્થીઓના ઝઘડાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તાની વચ્ચોવચ મારામારી કરતા દેખાય છે.
રિપોર્ટ અનુસાર, વરુણ અને સુધાકર નામના બે વિદ્યાર્થી એક જ છોકરીને પ્રેમ કરતા હતા. આ છોકરી વિરુધાચલમ વિસ્તારમાં આવેલી કોલેજની હતી. જ્યાં આ બંને છોકરા પણ ત્યાં જ ભણતા હતા. કહેવાય છે કે, વરુણ અને સુધાકરે પોત-પોતાના મિત્રોના ગ્રુપ બનાવ્યા હતા. આ બંને વચ્ચે લવ અફેરને લઈને ડખો થયો હતો.
વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટની આ ઘટના 28 ઓક્ટોબરની છે. વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરુણ અને સુધાકર વચ્ચે છોકરીને લઈને બોલાચાલી થઈ. થોડી વારમાં તેમના મિત્રો પણ આ ઝઘડામાં જોડાઈ ગયા. જોત જોતામાં તેમની વચ્ચે લડાઈ શરુ થઈ ગઈ, અને પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું.
કેટલાય વિદ્યાર્થીઓના શર્ટ ફાટી ગયા
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરા ઓ રસ્તા પર એક બીજાના ગડદાપાટૂ મારી રહ્યા છે. કેટલાય વિદ્યાર્થીઓના શર્ટ ફાટી ગયા છે. અમુક લોકો મારપીટ રોકવાની કોશિશ કરતા પણ દેખાય છે. પણ મામલો વધારે બગડી રહ્યો છે. ઘટનાસ્થળે અન્ય લોકો પણ ઊભા હતા, જે ખાલી તમાશો જોઈ રહ્યા હતા. લોકલ પોલીસે છ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર