ઓપરેશન પાર્કિંગ મની: IT રેડમાં 90 કિલો સોનું, કારમાંથી મળ્યા 100 કરોડ રૂપિયા રોકડા

News18 Gujarati
Updated: July 17, 2018, 12:47 AM IST
ઓપરેશન પાર્કિંગ મની: IT રેડમાં 90 કિલો સોનું, કારમાંથી મળ્યા 100 કરોડ રૂપિયા રોકડા

  • Share this:
ઈન્કમટેક્સ વિભાગે સોમવારે ચેન્નાીમાં એક રેડમાં 100 કરોડ રૂપિયા કેશ અને 90 કિલો સોનું જપ્ત કર્યું છે. આ રેડમાં ચેન્નાઈમાં રોડ કોન્ટ્રાક્ટર નાગરાજન સેય્યદુરઈની કંપની એસકેજી ગ્રુપની ઓફિસો પર મારવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે સોમવારે સવારે સાડા છ વાગે 'ઓપરેશન પાર્કિંગ મની' નામથી ઓપરેશન શરૂ કર્યો. તે પછી તમિલનાડૂમાં 22 અલગ-અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી. નાગરાજનના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી સહિત અન્નાદ્રમુકને કેટલાક નેતાઓ સાથે નજીકના સંબંધ પણ છે.

રેડ સાથે જાડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, 'લગભગ 100 કરોડ કેશ મળી છે, જેનું સંભવત: કોઈ જ રેકોર્ડ નથી. રેડ હજું પણ ચાલું છે. આ ઓપરેશન ઈન્કમટેક્સ વિભાગની ચેન્નાઈ તપાસ ટીમ ચલાવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, રોકડ રકમ બેગમાં ભરીને પાર્કિંગમાં મૂકવામાં આવેલી કારમાં રાખવામાં આવી હતી.'

અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 22 ઠેકાણે છાપા મારવામાં આવ્યા છે. જેમાંથી 17 ચેન્નાઈ, 4 અરૂપ્પુકોટ્ટઈ અને એક વેલ્લોરના કટપડીમાં છે. તપાસ મંગળવારે પણ ચાલું રહેવાની સંભાવના છે.

હાઈવે અને બંદરો સાથે જોડાયેલ મંત્રાલય મુખ્યમંત્રી પલાનીસ્વામી પાસે જ છે. સમાચાર અનુસાર, અધિકારીઓ જપ્ત કરેલ રોકડ, સોનાના બિસ્કૂટ અને દસ્તાવેજોની જાણકારી મેળવી રહ્યાં છે. વિપક્ષ પાર્ટી દ્રમુકે આરોપ લગાવ્યો છે કે નાગરાજન પાસે મુખ્યમંત્રીની બેનામી સંપત્તિ હતી અને પક્ષપાત કરીને સીએમે સંબંધીઓને કોન્ટ્રાક્ટ અપાવ્યા હતા.

નાગરાજન સેય્યદુરઈની ચેન્નાઈ અને મદુરઈમાં કેટલીક કંસ્ટ્રક્શન કંપનીઓ છે. વર્તમાનમાં તેની કંપની મદુરઈથી તિરૂમંગલમ વચ્ચે ફોરલેન રોડ બની રહ્યો છે.
First published: July 17, 2018, 12:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading