ચેન્નઈઃ તમિલનાડુ (Tamil Nadu)ની એક બાળકીએ 58 મિનિટમાં 46 પકવાન તૈયાર કરીને વર્ડ્i રેકોર્ડ સ્થાપી દીધો છે. તેનું નામ UNICO E book of World Data સામેલ કરવામાં આવ્યંે છે. ચેન્નઈ (Chennai)ની રહેવાસી એસ.એન. લક્ષ્મી સાઈ શ્રી (SN Lakshmi Sai Sri)એ કહ્યું કે ખાવાનું બનાવવાનું તેણે પોતાની માતા પાસેથી શીખ્યું હતું અને ધીમે ધોમ. તેમાં તેને મજા આવવા લાગી. સાઈ શ્રી કહે છે કે, હું ખૂબ ખુશ છું કે મેં આ મુકામે પહોંચી છું.
ન્યૂઝ એજન્સી ANIએ લક્ષ્મીએ બનાવેલી ડિસીઝની તસવીરો શૅર કરી છે. લક્ષ્મીની માતા એન. કલીમગલે જણાવ્યું કે, તેમની દીકરીએ લૉકડાઉન દરમિયાન ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું. હકીકતમાં તે સારું બનાવી રહી હતી. બીજી તરફ. લક્ષ્મીના પિતાએ તેમને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી.
Tamil Nadu: A girl entered UNICO Book Of World Records by cooking 46 dishes in 58 minutes in Chennai yesterday. SN Lakshmi Sai Sri said, "I learnt cooking from my mother. I am very happy". pic.twitter.com/AmZ60HWvYX
લક્ષ્મીની માતા એન. કલીમગલે કહ્યું કે, હું તમિલનાડુના વિભિન્ન પારંપરિક વ્યંજનો બનાવું છું. લૉકડાઉન દરમિયાન મારી દીકરી રસોડામાં મારી સાથે પોતાનો સમય પસાર કરતી હતી. જ્યારે મેં મારા પતિ સાથે ખાવાનું બનાવવામાં તેની રૂચિ વિશે વાત કરી તો તેમને સલાહ આપી કે લક્ષ્મીએ કુકિંગ પર વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
નોંધનીય છે કે, લક્મીબનના પિતાએ કુકિંગના વર્લ્ડ રેકોર્ડ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું હતું. તેમને જાણવા મળ્યું કે કેરળની એક 10 વર્ષની બાળકી સાણવીએ લગભગ 30 વ્યંજન બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે લક્મીૂ ને આ રેકોર્ડ તોડવા માટે પ્રેરિત કરી. જેને લક્ષ્મીએ હાંસલ કરીને દર્શાવ્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર