Home /News /national-international /love jihad : ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ બાદ લિવ-ઈનમાં રહેતી યુવતી પરેશાન, શખ્સે ઇસ્લામ કબૂલવા દબાણ કર્યું, નગ્ન તસવોર વાયરલ કરી

love jihad : ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ બાદ લિવ-ઈનમાં રહેતી યુવતી પરેશાન, શખ્સે ઇસ્લામ કબૂલવા દબાણ કર્યું, નગ્ન તસવોર વાયરલ કરી

લવ જેહાદ મામલો

તમિલનાડુ (Tamilnadu) ના કોઇમ્બતુર (coimbatore) જિલ્લામાં લવજેહાદ (love jihad)નો મામલો, 2021માં ઇન્સ્ટાગ્રામ દ્વારા આરોપી ઇમરાન હમીદનો સંપર્ક કર્યો હતો. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી યુવતીને તિરુપ્પર લાવ્યો હતો, જ્યાં તે બંને સાથે રહેવા લાગ્યા હતા

વધુ જુઓ ...
    દેશમાં લવજેહાદ (love jihad) ની ઘટના સમયાંતરે સામે આવે છે. કેટલાક રાજ્યોમાં સરકારો (State Goverment) એ આવી ઘટનાને રોકવા માટે ખાસ કાયદો પણ બનાવ્યો હતો. ત્યારે દેશમાં વધુ એક લવજેહાદની ઘટના સામે આવી છે. તમિલનાડુ (Tamilnadu) ના કોઇમ્બતુર (coimbatore) જિલ્લામાં 21 વર્ષીય દલિત યુવતીએ પોતાના પાર્ટનર વિશે નેલ્લોન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે, તેનો પાર્ટનર તેના પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરી રહ્યો હતો અને તેના પર અત્યાચાર ગુજારતો હતો. આ યુવતી પોતાના પાર્ટનર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી.

    યુવતીએ જણાવ્યું કે, તેણે 2021માં ઇન્સ્ટાગ્રામ દ્વારા આરોપી ઇમરાન હમીદનો સંપર્ક કર્યો હતો. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી યુવતીને તિરુપ્પર લાવ્યો હતો, જ્યાં તે બંને સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ બાદમાં ઇમરાને તેના પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ તેના પર ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે. આ અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં અહેવાલ પ્રકાશિત થયો છે.

    યુવતીએ જણાવ્યું કે, ઈમરાને તે ના ફોનમાંથી બંને સાથે હોય તેવો ફોટો કાઢી લીધો હતો અને ઈન્સ્ટાગ્રામ પર મૂકી દીધો હતો. આ સાથે જ તે યુવતીને ધમકી આપી રહ્યો હતો કે, જો તે ધર્મ નહીં અપનાવે તો તે સ્નાન કરતી હોવાનીની તસવીરો ઇન્ટરનેટ પર મૂકી દેશે. પીડિતાએ કહ્યું કે, ઇમરાન હંમેશા તેના માટે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરતો હતો અને ઘણી વખત તેની નગ્ન તસવીરો લેતો હતો. પીડિતા માટે આ બધું સહન કરવું મુશ્કેલ હતું, તેણે પોતાનું ઘર છોડી દીધું હતું, પરંતુ તે ઇમરાન પાસેથી શિક્ષણનું પ્રમાણપત્ર લેવા તિરુપ્પર આવી હતી. તે દરમિયાન તેણે તેનો ફોન લઈ લીધો હતો અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો અપલોડ કરી હતી.

    આ પણ વાંચો - કરૂણ ઘટના : ઘરમાં બે દીકરીઓની ડોલી ઉઠે તે પહેલા જ ઉઠી પિતાની અર્થી, આજે હતા લગ્ન

    આ કેસમાં યુવતીની ફરિયાદના આધારે નેલ્લોર પોલીસે આઈપીસીની કલમ 354એ, 506(1), આઈટી એક્ટની કલમ 66 સી, 66 ઈ, 67 સહિત એસસી/એસટી વિરુદ્ધ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Love jehad, Love Jihad, Love jihad latest news, Love jihad laws, Tamilnadu

    विज्ञापन
    विज्ञापन