તમિલનાડુ : કાંચીપુરમના ગંગઈ અમ્મન મંદિર પાસે બ્લાસ્ટ, એકનું મોત

News18 Gujarati
Updated: August 26, 2019, 9:50 AM IST
તમિલનાડુ : કાંચીપુરમના ગંગઈ અમ્મન મંદિર પાસે બ્લાસ્ટ, એકનું મોત
પોલીસ બ્લાસ્ટની તપાસમાં લાગી ગઈ છે.

મંદિર પાસે પાંચ સંદિગ્ધ લોકો જોવા મળ્યા હતા, બૉક્સને ખોલવાનો પ્રયાસ કર્યો તો બ્લાસ્ટ થયો

  • Share this:
તમિલનાડુના કાંચીપુરમમાં આવેલા ગંગઈ અમ્મન મંદિરની પાસે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થવાના અહેવાલ છે. જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

એક પ્રત્યક્ષદર્શી મુજબ, મંદિરની પાસે પાંચ સંદિગ્ધ લોકો ફરી રહ્યા હતા. તેમાંથી એકની પાસે બૉક્સ હતું .જ્યારે તેઓએ આ બૉક્સને ખોલવાનો પ્રયાસ કયો તો બૉક્સમાં બ્લાસ્ટ થઈ ગયો.

પોલીસ મુજબ, મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ આ બ્લાસ્ટને હાઈ એલર્ટ સાથે જોડીને નથી જોવામાં આવી રહ્યો. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્યાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, શ્રીલંકાના રસ્તેથી તમિલનાડુમાં ધૂસ્યાં 6 આતંકી, મોટા હુમલાનું ષડયંત્ર

નોંધનીય છે કે, આ પહેલા દક્ષિણના રાજ્યોમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસે સાર્વજનિક નોટિસ જાહેર કરી હતી. લોકોને પડોસી રાજ્ય તમિલનાડુમાં લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદીઓની ઘૂસણખોરી વિશે ઇન્ટેલિજન્સ સૂચનાને ધ્યાને લઈ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ સાર્વજનિક નોટિસ તમિલનાડુને હાઈ એલર્ટ પર રાખ્યા બાદ જાહેર કરવામાં આવી છે. તમિલનાડુને ત્યારે હાઈ એલર્ટ કરવામાં આવ્યું જ્યારે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું હતું કે એક પાકિસ્તાની સહિત લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદી શ્રીલંકાથી રાજ્યમાં પ્રવેશ કરી ચૂક્યા છે.આ પણ વાંચો, Man Vs Wildમાં ગ્રિલ્સ મોદીની હિન્દી કેવી રીતે સમજ્યો, PMએ રહસ્યું ખોલ્યું
First published: August 26, 2019, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading