Home /News /national-international /Barefoot village: ભારતનું એવું ગામ જ્યાં શૂઝ-ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, લોકો પર્સની જેમ લટકાવે છે હાથમાં

Barefoot village: ભારતનું એવું ગામ જ્યાં શૂઝ-ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, લોકો પર્સની જેમ લટકાવે છે હાથમાં

કાળઝાળ ગરમીમાં પણ લોકો રસ્તા પર ખુલ્લા પગે ચાલે છે

Village of barefoot: ભારતના તમિલનાડુ (Tamil Nadu)માં એક ગામ છે, જ્યાં શૂઝ-ચપ્પલ (Village Bans Shoes) પહેરવા પર પ્રતિબંધ છે. જો અહીં કોઈના પગમાં ચપ્પલ દેખાય તો તેને સખત સજા કરવામાં આવે છે.

ભારતમાં સામાન્ય રીતે લોકો ઘરની અંદર સ્લીપર પહેરતા નથી. ઘરની અંદર લક્ષ્મીના નિવાસને ધ્યાનમાં રાખીને ઘરની બહાર શૂઝ અને ચંપલ (Shoes and slippers ban) ઉતારવામાં આવે છે. આ સિવાય મંદિરો (Temple) અને અન્ય ધાર્મિક સ્થળોની અંદર જૂતા અને ચપ્પલ પર પણ પ્રતિબંધ છે. પરંતુ શું તમે જાણો છો ભારતમાં એક એવું ગામ છે, જ્યાં લોકો ઘરની બહાર પણ ખુલ્લા પગે રહે છે. હા, ભારતના આ ગામ (Tamilnadu barefoot village)માં લોકો શૂઝ અને ચપ્પલ નથી પહેરતા. જો કોઈ આવું કરે તો તેના માટે સજાની જોગવાઈ છે.

અમે વાત કરી રહ્યા છીએ ભારતના તમિલનાડુમાં આવેલા અંદમાનની. આ ગામ રાજ્યની રાજધાની ચેન્નાઈથી લગભગ સાડા ચારસો કિલોમીટર દૂર છે. અહીં લગભગ એકસો ત્રીસ પરિવારો રહે છે, જેમાંથી મોટાભાગના ખેડૂતો છે. તેઓ ગામમાં જ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામના પ્રવેશદ્વાર પર એક મોટું વૃક્ષ છે જ્યાં ઘણા લોકો પૂજા કરે છે. આ જગ્યાએથી પ્રવેશતા જ લોકોએ પગમાંથી જૂતા અને ચપ્પલ ઉતારવા પડે છે. આમ કરવા પાછળ ગ્રામજનોની ધાર્મિક આસ્થા છે.

ગામને ગણે છે પવિત્ર
જે રીતે ભારતમાં ઘણા લોકો ઘરની અંદર સ્લીપર નથી પહેરતા કારણ કે તેઓ ઘરને લક્ષ્મીનો વાસ માને છે, તેવી જ રીતે આ ગામના લોકો સરહદ શરૂ થતાં જ જમીનને ભગવાનનું ઘર માને છે.

આ પણ વાંચો: અનોખી જાતિના લોકો જે જીવનમાં માત્ર એક જ વાર કરે છે સ્નાન

તડકો ગમે તેટલો ગરમ હોય, રસ્તા પર કોઈ જૂતા પહેરીને ફરતું નથી. લોકો માને છે કે જો તેઓ આવું કરશે તો ભગવાન નારાજ થશે. બહારથી ગામની અંદર કોઈ આવે તો ઝાડ પાછળ, પગરખાં ઉતારીને હાથમાં પકડવા પડે.

શૂઝ-ચપ્પલ (Village Bans Shoes) પહેરવા પર પ્રતિબંધ image: BBC


આ પણ વાંચો: તે Muslim country જેની નોટ પર બનેલો છે ભગવાન ગણેશજીનો ફોટો

ગામમાં પગરખાં પર પ્રતિબંધ
ગામ લોકો કહે છે કે તેમનું આખું ગામ એક મંદિર છે. જો કોઈ આ ધાર્મિક સ્થળે ચંપલ પહેરીને આવે છે, તો ભગવાન તેને સજા કરશે. તેને ખૂબ તાવ આવશે અથવા તેને કોઈ રોગ થશે જે મટાડી શકાય તેમ નથી. અહીં રહેતા લગભગ પાંચસો લોકોમાંથી, માત્ર ખૂબ જ વૃદ્ધ લોકોને ઉનાળાની ઋતુમાં બપોરે પગમાં પગરખાં પહેરવાની છૂટ છે. આ સિવાય જો કોઈ આવું કરતા જોવા મળે તો તેને સજા કરવામાં આવે છે. તે પણ ખૂબ કડક. ગામના આ નિયમનું દરેક લોકો પાલન કરે છે.
First published:

Tags: OMG News, Tamilnadu, Weird news, અજબગજબ