9 વર્ષની ‘ઇન્સ્ટાગ્રામ ક્વીન’ને પિતાએ ભણવાનું કીધું તો આપઘાત કર્યો; જાણો માહિતી
બાળકીની ફાઇલ તસવીર
Tamil Nadu Suicide Case: તમિલનાડુના તિરુવલ્લુવરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સોમવારે મળેલી માહિતી પ્રમાણે, ઇન્સ્ટાગ્રામમાં ફેમશ એક માસૂમ છોકરીએ પિતાથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી છે. પિતાએ દીકરીને ભણવા માટે કહ્યુ હતુ.
Tamil Nadu Suicide Case: તમિલનાડુના તિરુવલ્લુવરથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. સોમવારે મળતી માહિતી પ્રમાણે, ઇન્સ્ટાગ્રામ પર ફેમશ એક માસૂમ બાળકીએ પિતાથી નારાજ થઈને આપઘાત કરી લીધો છે. જાણકારી પ્રમાણે, છોકરીના પિતા કૃષ્ણમૂર્તિએ તેને ઘરમાં લટકતી જોઈ હતી.
બાળકીનું નામ પ્રતિક્ષા હોવાનું જાણવા મળ્યું છે. તેને લોકો ઇન્સ્ટાક્વીન તરીકે ઓળખતા હતા. પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિના જણાવ્યા પ્રમાણે, તેમણે બાળકીને બહાર રમતા જોઈ હતી અને ત્યારબાદ તેમણે અંદર જઈને ભણવા માટે કહ્યુ હતુ. આ સાથે જ તેમણે પ્રતિક્ષાના હાથમાં ઘરની ચાવી આપી હતી. ત્યારબાદ તેઓ બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે બહાર ગયા અને રાતે 8.15 વાગતા ઘરે પહોંચ્યા હતા.
ટુવાલથી ગળાફાંસો ખાધો
ઘર પહોંચીને જોયું તો, દરવાજો અંદરથી બંધ હતો. તેમણે દરવાજો ખોલવા બૂમ પાડી. જ્યારે અંદરથી કોઈ અવાજ ન આવ્યો તો કૃષ્ણમૂર્તિ ગભરાઈને બારી તોડીને ઘરમાં ઘૂસ્યા. ત્યાં અંદરનું દૃશ્ય જોઈને તેમના પગતળેથી જમીન સરકી ગઈ, તેમની દીકરી ટુવાલથી લટકેલી જોવા મળી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારે ઝડપથી પિતાએ તેને નીચે ઉતારી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી હતી.
લખનૌમાં પણ બની આવી ઘટના
આ પહેલાં ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં પણ એક 10 વર્ષી બાળકીને માતાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડી તો તેણે આત્મહત્યા કરી હતી. હુસૈનગંજના ચિતવાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. વારંવાર સમજાવવા પછી પણ તે માની નહોતી અને એક દિવસ માતાએ તેને ખૂબ માર માર્યો હતો અને મોબાઇલ છીનવી લીધો હતો. ત્યારે બાળકીએ ગુસ્સામાં આવીને ફાંસો ખાઈ લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર