Tamilnadu Accident: તામિલનાડુના (Tamilnadu) તંજાવુર જિલ્લામાં બુધવારે સવારે એક મંદિરમાં રથયાત્રાની શોભાયાત્રા દરમિયાન 11 લોકોના વીજ કરંટ લાગવાને (11 electrocuted during temple procession in Tamilnadu ) કારણે મોત નીપજ્યા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો મંદિરની પાલખી પર ઉભા હતા, ત્યારે પાલખી કાલીમેડુના ઉપલા મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંદિરની પાલખી ફેરવતી વખતે ઓવરહેડ લાઇનના સંપર્કમાં આવવાને કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યુ છે કે, દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે, હું આશા રાખું છું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi
મીડિયા સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલાઓમાં બે બાળકો પણ સામેલ છે. તેમજ ગંભીર રીતે ઘાયલ ત્રણ સહિત 15 લોકોને સારવાર માટે તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલક્રિષ્નને અકસ્માત વિશે જણાવ્યું છે કે, કેસ નોંધવામાં આવ્યો છે અને આ અંગેની તપાસ ચાલુ છે.સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે.
Tamil Nadu | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district. More details are awaited. pic.twitter.com/clhjADE6J3
મહત્ત્વનું છે કે, આ તહેવારનું આયોજન તમિલનાડુમાં દર વર્ષે થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. એવામાં હાલ લોકોની સુરક્ષાને લઈને સવાલ સર્જાઈ રહ્યાં છે કે, અહીં અચાનક જ લાઈવ વાયર કઈ રીતે આવ્યો અને કઈ રીતે રથ તેના સંપર્કમાં આવી ગયો કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા.
આ ગોઝારા અકસ્માત અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે દુર્ઘટનાથી બચવા માટે મંદિરના રસ્તાનો પાવર સપ્લાઈ બંધ કરવામાં આવે છે. જોકે આ વખતે રથની ઉંચાઈ એટલી નહોતી કે તે હાઈ વોલ્ટેજ લાઈનને અડી શકે. તેના કારણે આ વખતે પાવર સપ્લાયને બંધ કરવામાં આવ્યો નહોતો. રથ પરના ડેકોરેશનના કારણે તેની ઉંચાઈ વધી જતા આ દુર્ઘટના બની છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર