Viral Vide: તમિલનાડુના થુથુકુડીના વિસ્તારનો રહેવાસી મુથુ તેની બાઇક પર કામ કરવા જઈ રહ્યો હતો. જ્યારે તે અરલથી આગળ વધી રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકમાંથી દોરડાના કારણે તેનું ગળું ફસાઈ ગયું હતું. દોરડું એવી રીતે ગુંચવાઈ ગયું કે મુથુ બાઇક પરથી દૂર જમીન પર પડી ગયો
ચેન્નાઈ: તમિલનાડુ અને મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં બે એવા માર્ગ અકસ્માત થયા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ ઘટનાઓના CCTV ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે. પ્રથમ ફૂટેજમાં એક બાઈક સવાર ટ્રકના દોરડામાં ફસાઈને નીચે પડતા જોઈ શકાય છે. ત્યાં બીજા ફૂટેજમાં એક આધેડ વ્યક્તિ બસની નીચે આવીને પણ જીવિત નજરે પડે છે.
આ ઘટનાઓ કેવી રીતે બની
તમિલનાડુના થુથુકુડીના વિસ્તારનો રહેવાસી મુથુ તેની બાઇક પર કામ કરવા જઈ રહ્યો હતો. જ્યારે તે અરલથી આગળ વધી રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકમાંથી દોરડાના કારણે તેનું ગળું ફસાઈ ગયું હતું. દોરડું એવી રીતે ગુંચવાઈ ગયું કે મુથુ બાઇક પરથી દૂર જમીન પર પડી ગયો. તેને જમીન પર પડતો જોઈ આસપાસના લોકોએ તરત જ મુથુની મદદ કરી હતી. લગભગ બે મિનિટ પછી મુથુને ભાન આવ્યું હતું. આ ઘટના અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને કંઈ ખબર નથી.
મુંબઈના પવઈમાં એક આધેડ વ્યક્તિ અકસ્માતમાં બચી ગયો હતો. રોડ ક્રોસ કરતી વખતે તે બસ સાથે અથડાયો હતો. બસ તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી. એ સમયે લોકો તેની પાસે દોડી આવ્યા હતા અને બસના ચાલકને બસ રોકાવી હતી. લોકો ડ્રાઈવર પર બૂમો પાડવા લાગ્યા હતા. આધેડને બસની ટક્કર લાગી તેમજ તે ઉભો થઈને ડ્રાઈવર પાસે આવીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. બનાવ અંગે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી. જોકે પોલીસ અધિકારીએ વાઇરલ થયેલા CCTV વીડિયોની પુષ્ટિ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર