Home /News /national-international /શ્રીલંકાના રસ્તેથી તમિલનાડુમાં ધૂસ્યાં 6 આતંકી, મોટા હુમલાનું ષડયંત્ર

શ્રીલંકાના રસ્તેથી તમિલનાડુમાં ધૂસ્યાં 6 આતંકી, મોટા હુમલાનું ષડયંત્ર

પ્રતિકાત્મક તસવીર

લશ્કર-એ-તોઇબાના આતંકીઓ શ્રીલંકાના રસ્તેથી ભારતમાં પ્રવેશ્યાં, સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે તમામ આતંકીઓએ હિન્દુ જેવો વેશ ધારણ કરી રાખ્યો છે.

    તમિલનાડુ (Tamil Nadu)માં લશ્કર-એ-તોઇબા (Lashkar-e-Taiba)ના છ આતંકીઓ ઘૂસી ગયાના સમાચાર છે. જાસૂસી એજન્સીઓના જણાવ્યા પ્રમાણે તમામ આતંકીઓ શ્રીલંકાના રસ્તેથી ભારતમાં દાખલ થયા છે. આ આતંકીઓમાં એક પાકિસ્તાની નાગરિક અને પાંચ શ્રીલંકન તમિલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલી ગુપ્ત સૂચના પછી ચેન્નાઇ સહિત અનેક શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    સૂત્રોના કહેવા પ્રમાણે ભારતમાં ઘૂસેલા તમામ આતંકીઓએ હિન્દુ જેવો વેશ ધારણ કર્યો છે. ગુપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોથી બચવા માટે તમામે તિલક અને ભભૂતનો સહારો લીધો છે.

    આ પણ વાંચો : FATFએ માન્યું કે પાક. હજુ પણ આતંકીઓને ફંડિંગ કરી રહ્યું છે, કર્યુ બ્લેકલિસ્ટ

    આતંકીઓ તમિલનાડુમાં દાખલ થયાની જાણ થતા જ ડીજીપીએ સુરક્ષાને લઈને નવી ગાઇડલાઈન જાહેર કરી છે. રાજ્યની તમામ હોટલો અને લૉઝમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિસ્ફોટક અને હથિયારની તપાસ માટે દરેક ગાડીને રોકીને તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની સંખ્યા વધારી દેવામાં આવી છે.

    આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા સચેત, અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે લડવા તૈયાર રહે ભારત

    નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરનું વાતાવરણ બગાડવા માટે ભારતમાં સતત આતંકીઓને પ્રવેશ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    આ પણ વાંચો : અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : હાલ ભારત સાથે કોઈ ઘર્ષણમાં ન ઉતરે

    ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે એવા પણ ઇનપુટ મળ્યાં હતા કે અફઘાનિસ્તાનથી અમુક આતંકીઓ દેશમાં દાખલ થયા છે. જેના પગલે ગુજરાત સહિત રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Article 370, Jammu and kashmir, Tamil Nadu, આતંકી

    विज्ञापन
    विज्ञापन