Home /News /national-international /Ola Electric Scooter On Fire-રસ્તા વચ્ચે ખરાબ થયુ ઓલાનું સ્કૂટર, માલિકે કંટાળીને લગાવી દીધી આગ, જોઇલો Video

Ola Electric Scooter On Fire-રસ્તા વચ્ચે ખરાબ થયુ ઓલાનું સ્કૂટર, માલિકે કંટાળીને લગાવી દીધી આગ, જોઇલો Video

Ola Scooter: માલિકે દાવો કર્યો હતો કે, જે દિવસે તેને સ્કૂટરમાં આગ લગાવી તે દિવસે તેના ઓલા સ્કૂટરે માત્ર 44 કિમીની રેન્જ આપી અને ત્યાર બાદ બંધ થઇ ગયું હતું.

Ola Scooter: માલિકે દાવો કર્યો હતો કે, જે દિવસે તેને સ્કૂટરમાં આગ લગાવી તે દિવસે તેના ઓલા સ્કૂટરે માત્ર 44 કિમીની રેન્જ આપી અને ત્યાર બાદ બંધ થઇ ગયું હતું.

    ઓલા સ્કૂટરમાં કોઇ સમસ્યા સર્જાવાના (Faults in Ola Scooters) સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ તમિલનાડુ (Tamilnadu)માં જે મામલો તાજેતરમાં સામે આવ્યો છે તે તદ્દન ચોંકાવનારો છે. જેમાં ઓલા સ્કૂટરથી પરેશાન થઇને એક વ્યક્તિએ પોતાના સ્કૂટર પર પેટ્રોલ છાંટીને તેમાં આગ લગાવી (ola scooter owner set fire in middle of road) દીધી હતી. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

    ઓલા સ્કૂટરની રેન્જથી હતો પરેશાન

    એક સ્થાનિક મીડિયા ચેનલ પર એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના Ola S1 Pro સ્કૂટરમાં આગ લગાવતો જોવા મળી રહ્યો છે. આ ઘટના તમિલનાડુના અંબર બાયપાસ રોડ પાસે બની હતી. જ્યાં ડૉ. પૃથ્વીરાજે તેમના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. અહેવાલો અનુસાર, તેને 3 મહિના પહેલા જ આ સ્કૂટરની ડિલીવરી મળી હતી. તે સ્કૂટરની રેન્જથી પરેશાન હતો. તેણે દાવો કર્યો હતો કે, જે દિવસે તેને સ્કૂટરમાં આગ લગાવી તે દિવસે તેના ઓલા સ્કૂટરે માત્ર 44 કિમીની રેન્જ આપી અને ત્યાર બાદ બંધ થઇ ગયું હતું.

    કંપનીમાંથી ન મળ્યો રીસ્પોન્સ

    ડો. પૃથ્વીરાજે ઓલા સ્કૂટરમાં આવતી આ સમસ્યાને લઇને ઘણી વખત કંપનીના કસ્ટમર સર્વિસને ફરીયાદ કરી હતી, પરંતુ તેને કોઇ જ પોઝીટિવ રીસ્પોન્સ મળ્યો નહીં.

    ગધેડા સાથે બાંધીને કાઢી પરેડ

    આ પહેલા મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં પણ ઓલા સ્કૂટરનો એક એનોખો વિડીયો સામે આવ્યો હતો. અહીં એક વ્યક્તિએ કસ્ટમર સર્વિસના રીસ્પોન્સથી નારાજ થઇને પોતાના ઓલા સ્કૂટરને ગધેડા સાથે બાંધીને પરેડ કાઢી હતી.

    આ પણ વાંચો - Optical Illusion : ચિત્રમાં છુપાયેલું છે તમારા જીવનનું મોટું સત્ય, શું તમે શોધી શક્યા?

    બીડ જીલ્લાના રહેવાસી સચિન ગિટ્ટેએ હાલમાં જ ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું હતું. થોડા જ દિવસોમાં સ્કૂટરમાં ખરાબીઓ આવવા લાગી અને બંધ થઇ ગયું હતું. તેણે આ અંગે ઓલાના કસ્ટમર સર્વિસનો સંપર્ક કર્યો, પરંતુ તેને યોગ્ય રીસ્પોન્સ મળ્યો નહીં. જેથી કંપનીથી નારાજ થઇને તેણે ઓલા સ્કૂટરને ગધેડા સાથે બાંધી દીધું અને શહેરમાં ફેરવ્યું હતું. આ સાથે જ તેણે લોકોને ઓલા પર ભરોસો ન કરવાની અપીલ કરતું એક બેનર પણ લગાવ્યું હતું.

    " isDesktop="true" id="1203646" >

    181 કિમીની રેન્જનો ઓલાનો દાવો

    ઓલાએ દાવો કર્યો છે કે તેના Ola S1 Pro સ્કૂટરમાં સિંગલ ચાર્જમાં 181 કીમીની રેન્જ મળે છે. તેની હાઇપર ડ્રાઇવ મોટર 8.5KWની પાવર અને 58 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Electric vehicle, OMG, Viral videos

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन